ધનવંતરી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી યુવતીનો પીન નંબર લઇ એટીએમ લઇ થયો રફૂચકકર

મોરબી રોડ પરની હોસ્ટેલમાં રહેતી યુવતીને એટીએમમાંથી પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને પીન નંબર અને એટીએમ લઇ ઠગ પલાયન થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

એટીએમમાં પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને ઠગ રૂ.15 હજાર ઉપાડી ગયો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલી હોસ્ટેલમાં રહેતી અને ધનવંતરી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી મોટી મારડની જયશ્રીબેન ધીરૂભાઇ કુવારીયાના એટીએમ અને પીન નંબર લઇ હિન્દી ભાષી શખ્સ ફરાર થયા બાદ રૂા.15 હજાર ઉપાડી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

જયશ્રીબેન કુવારીયાની સાથે હોસ્ટેલમાં રહેતી દાહોદની ભગોરા શિલ્પાને પૈસાની જરૂર હોવાથી તેના પિતાએ જયશ્રીબેન કુવારીયાના બેન્ક ખાતામાં રૂા.3500 જમા કરાવ્યા હતા.  તે પૈસા ઉપાડવા માટે ભગોરા શિલ્પા જીમખાના પાસેના એસબીઆઇના એટીએમમાં ગઇ ત્યારે પૈસા ન ઉપડતા ત્યાં ઉભેલા હિન્દી ભાષી શખ્સે પૈસા ઉપડવા મદદ કરવાના બહાને એટીએમ અને પીન નંબર લીધા બાદ તેણીને અન્ય એટીએમ પકડાવી ભાગી ગયા બાદ રૂા.15 હજાર જુદા જુદા એટીએમમાંથી ઉપાડી લીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.