- બેદરકારી અને યોગ્ય સારવારનો અભાવ મગજના રોગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે
- સમયસર સારવાર અને ઓપરેશન જ કોલેસ્ટેટોમા સામે કારગત:નિષ્ણાત તબીબો
મનુષ્યના શરીરમાં દરેક અંગ મહત્વનું છે.ખાસ કરીને શ્રવણ એટલે કે કાન કાન એ કોમ્યુનિકેશનનો અભિન્ન અંગ ગણવામાં આવે છે. વ્યક્તિ કોઈ પણ ધ્વનિ સંદેશ કે અવાજ સાંભળી તુરંત પ્રતિક્રિયા આપે છે.ત્યારે કાનની તકલીફોથી વ્યક્તિમાં બહેરાશ આવી શકે છે. સામાન્ય રીતે કાનમાં રસીની તકલીફ નાનાથી લઈ મોટેરાઓ માં જોવા મળે છે. કાનમાં બે પ્રકારના રસી થતા હોય છે.(1) કાનમાં ચીકાશવાળી, ગંધ વગરની વધારે પ્રમાણમાં આવનાર રસી.
(2) કાનનો સડો થોડીક પણ સતત પાણી જેવી દુર્ગંધવાળી રસી જેને કોલેસ્ટેટોમા કહે છે. કાનની આ પ્રકારની રસી એ કાનના માઈસ્ટોઇડ નામના હાડકામાં ઘણા જ ગંભીર પ્રકારનો સડાને લીધે આવી છે.ઘણા દર્દીઓને કાનમાં કોઈ પણ જાતનો દુખાવો થતો નથી તેથી તેઓને આ રોગ ઘણો સામાન્ય અને ઉપર છલો જણાય છે પરંતુ સડો ધીમે ધીમે ઉદયની જેમ કાનનું હાડકું કોતરતો રહે છે.અને અમુક સંજોગોમાં બેદરકારી અને યોગ્ય સારવારના અભાવે કાન અને મગજ વચ્ચેની હાડકાની દીવાલ ખવાઈ જાય છે અને સડાની અસર મગજનો રોગનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે.કોલેસ્ટેટોમાના ગંભીર પરિણામો.દર્દી સંપૂર્ણ પણે બહેરો બને છે,ચક્કર,ઉલટી તથા સખત માથાનો દુખાવો,મોં ત્રાંસુ થઈ જવું,મગજમાં ગૂમડું થવું.શહેરના નિષ્ણાંત તબીબોએ જાણવ્યું કે,કોલેસ્ટેટોમામાં ઈલાજ માત્ર ઓપરેશન દ્વારા સડેલું હાડકું કાઢીને જ કરી શકાય અને સમયસર કાળજીપૂર્વક ઓપરેશન કરાવી લેવાથી જીવન બીમારીમાંથી બચી શકાય છે.ત્યારે કોલેસ્ટેટોમા પરનો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા રજૂ કર્યોં છે.
- કાન માટે સાવધાની જ શ્રેષ્ઠ:ડો.હિમાંશુ ઠક્કર(ઇ.એન.ટી સ્પેશ્યાલિસ્ટ)
ડો.હિમાંશુ ઠક્કર ઇ.એન.ટી સ્પેશ્યાલિસ્ટએ જણાવ્યું કે, કાનની તકલીફ ન થાય એ પહેલા તેની સાવધાની રાખવી એજ કાનનિ શ્રેષ્ઠ માવજત છે.કાનમાં ગમે તે વસ્તુ સાફ કરવા નાખવી નહિ.જાત ડોકટર બનવું નહિ.કોઈ પણ જાતના ટીપા નિષ્ણાત તબીબની સલાહ વગર કાનમાં નાખવા નહિ.કાનના રોગમાં કાન-નાક ગળાના ડોક્ટરની યોગ્ય સલાહ સાથે નિદાન કરવું જરૂરી.
- કાનના હાડકાના સડામાં ઓપરેશન વિનાશકારી જોખમને ટાળે છે:ડો.ભરત કાકાડિયા
સેન્સિસ હોસ્પિટલના કાન-નાક,ગળાના સર્જન ડો.ભરત કાકાડિયાએ જણાવ્યું કે,કાનમાં સડો જેટલી જગ્યા પર ફેલાયો હોય.તેને ખુલો કરી સાફ કરવાનો રહે છે.જરરૂ પડે તો પડદા કે હાડકીનું નવું આરોપણ કરવું હિતાવહ છે.કાનના સડામાં ઓપરેશનથી વિનાશકારી જોખમ ટળે છે.ભવિષ્યમાં ફરી સડો ન થાય તે માટેની તકેદારીઓ રાખવી જરૂરી.
- કાનના પડદામાં રસીના ઓપરેશનની રિકવરી ઝડપી રહે છે:ડો.અશોક મહેતા(કાન-નાક,ગળા,સર્જન)
કાન-નાક,ગળાના સર્જન ડોક્ટર અશોક મહેતાએ જણાવ્યું કે,કાનના પડદામાં રસીનું ઓપરેશન કકરવાથી સચોટ નિદાન મળે છે.સાથોસાથ રિકવરી પણ ઝડપી થાય છે. ઓપરેશન બાદ પરિણામ પણ ખૂબ સારા મળે છે કાનના હાડકામાં સડો જડમૂળમાંથી કાઢવો જરૂરી છે. યોગ્ય ઓપરેશન દ્વારા પોલીસ સ્ટેટોમાં ને સંપૂર્ણપણે કોલેસ્ટેટોમાને કાનમાંથી બહાર કાઢી શકાય છે.
- કોલેસ્ટેટોમાથી મોઢાના લકવા સુધીનું જોખમ:ડો.વિમલ હેમાની(ઇ.એન.ટી સ્પેશ્યલિસ્ટ)
ઇ.એન.ટી સ્પેશ્યલિસ્ટ ડો.વિમલ હેમાનીએ જણાવ્યું કે,કોલેસ્ટેટોમાથી સાંભળવાની તકલીફતો થાય છે.આ ઉપરાંત કાનમાંથી સ્વાદની નશ જતી હોય છે.તેને પણ નુકશાન થાય છે.શરીરનું સનતુલ પણ ગુમાવાની શકયતા રહે છે.મોઢાની નશને નુકસાન થતા કાયમી મોંઢાનો લકવો થઈ શકે છે.કાનના સડા(કોલેસ્ટેટોમા)નું અવગણા ન કરવી તેમજ સમયસર યોગ્ય અને સચોટ સારવાર નિષ્ણાત તબીબ મેળવી જરૂરી.