સીસીડીસી અને સ્પેપા દ્વારા લક્ષ્યવેદ્ય વેબિનાર યોજાશે: ૧૪૦૦ નોંધણી થઇ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના કોવિડ-૧૯એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં અને તકેદારીના ભાગરૂપે છેલ્લા પોણા બે મહિનાથી સતત લોકડાઉન ચાલી રહ્યું છે. અને સ્ટે હોમના માધ્યમથી શિક્ષણ અપાઇ રહ્યું છે ત્યારે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાઓ સંદર્ભ ઘણા બધા પ્રશ્નો અને મૂંઝવણ હોય તે સ્વાભાવિક છે.
આ તમામ પરિસ્થિતિનો જવાબ મેળવવા અને સરકારી નોકરી મેળવવાનું ધાર્યુ લક્ષ્ય પાર પાડવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સીસીડીસી) તથા સરદાર ” લક્ષ્યવેધ વેબીનારનું આયોજન આગામી તા.૨૩મે, ૨૦૨૦ સાંજે ૪:૩૦થી ૬ દરમ્યાન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૪મા સ્થાપના દિન નિમિતે તથા ‘રૂક જાના નહી તુ કહી હાર કે’ શિર્ષક હેઠળ યોજાનાર આ ઉપયોગી વેબીનારમાં સમગ્ર ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પીકર તથા રાજકોટ સ્પીપાના ડે. ડાયરેકટર શૈલેષ સગપરીયા વિદ્યાર્થીઓને હાલની કોરોના મહામારીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી? તે બાબતે અમૂલ્ય ટીપ્સ આપશે. વેબીનારના અંતે વિદ્યાર્થીઓને મુંઝવતા સવાલોનાં જવાબો માટે પણ સ્પેશ્યલ સેશન રાખવામાં આવ્યું છે.
વેબીનારનું ઓનલાઈન રજિસ્ટ્રેશન રાખેલ હોય જાહેરાત થયાની માત્ર થોડીક કલાકોમાં ૧૪૦૦ જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયા છે. વેબીનારના કો.ઓર્ડીનેટર ડો. રમેશ પરમાર (રજીસ્ટ્રાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) તથા પ્રો. નિકેશ શાહ (કો. ઓર્ડિનેટર, સીસીડીસી) જણાવેલ કે ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી મહત્તમ વિદ્યાર્થીઓને જોડવાના પ્રયાસના ભાગરૂપે આ વેબીનારનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફેઈસ બુક અને યુ. ટયુબ ચેનલ મારફત લાઈવ પ્રસારણ કોમ્પ્યુટર સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી કરવામાં આવનાર છે.
છેલ્લા છ વર્ષ દરમ્યાન સૌ.યુનિ. સીસીડીસીના માધ્યમથી ગુજરાત તથા કેન્દ્ર સરકારમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓને નોકરી મળી છે. તથા ત્રણ હજારથી વધારે છાત્રોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી છે. આ વિદ્યાર્થીલક્ષી સમાજલક્ષી સિલસિલો સતત જળવાઈ રહે તે અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તેવું આયોજન સૌ.યુનિ.ના કુલપતિ પ્રો. નીતિન પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજય દેસાણી દ્વારા થઈ રહ્યું છે.
આ વેબીનારને સફળ બનાવવા ટેકનીકલ તજજ્ઞો ચિંતનભાઈ પંચાસરા, હાર્દિક ગોહિલ, હર્ષલભાઈ અને ટીમ સીસીડીસીના સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશીષભાઈ કિડીયા, સોનલબેન નિમ્બાર્ક, હિરાબેન કિડીયા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.