PMએ કહ્યું બે વખત ભલે વડાપ્રધાન બન્યાં, હજી કામ કરવું છે 2024માં પણ મોદી જ વડાપ્રધાનપદના ઉમેદવાર હશે તે સ્પષ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના ભરૂચમાં ’ઉત્કર્ષ સમારોહ’ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યો હતું. આ દરમિયાન પીએમએ કહ્યું કે તેઓ ભલે બે વખત દેશના વડાપ્રધાન બની ગયા હોય, પણ જ્યાં સુધી લોકોની સુખાકારી 100 ટકા નહિ સંતોષાય ત્યાં સુધી તેઓ પગ વાળીને બેસશે નહિ. પીએમએ કહ્યું કે તેઓ અલગ-અલગ માટીના બનેલા છે. તેમનો ઈરાદો ’આરામ’ કરવાનો નથી, પરંતુ તેમનું સ્વપ્ન સરકારી યોજનાઓના 100 ટકા લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે.
’ઉત્કર્ષ સમારોહ’ને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે એક દિવસ એક ’ખૂબ મોટા નેતા’ તેમને મળવા આવ્યા હતા અને તેમણે તેમને કહ્યું દેશે તમને બે-બે વાર વડાપ્રધાન બનાવ્યા. હવે શું કરવું. પીએમ એ નેતાનું નામ નથી લીધું, પરંતુ કહ્યું કે તેઓ રાજકીય રીતે તેમનો વિરોધ કરતા રહે છે, પરંતુ ’હું પણ તેમનું સન્માન કરું છું.’ પીએમ મોદીએ કહ્યું, ’તેઓ વિચારતા હતા કે બે વખત વડાપ્રધાન બનવાનો અર્થ છે.
ઘણું બધું થઈ ગયું છે. તેઓ નથી જાણતા કે મોદી અલગ માટીના છે. ગુજરાતની આ ધરતીએ તેમને તૈયાર કર્યા છે અને તેથી જે થાય તે સારું છે, ચાલો હવે આરામ કરીએ, ના તે મારું સ્વપ્ન મારૂ વલણ નથી. હું તો કામ કરવાનો જ છું. પીએમએ સરકારી યોજનાઓના લાભાર્થી અયુબ પટેલ સાથે વાત કરી. પ્રધાનમંત્રીએ લાભાર્થી સાથે વાત કરતાં તેમને પૂછ્યું કે શું તેઓ તેમની દીકરીઓને શિક્ષણ આપે છે, જેના પર તેમણે કહ્યું કે ત્રણમાંથી એક દીકરી ડોક્ટર બનવા માંગે છે. આ દરમિયાન અયુબ પટેલની પુત્રી પણ તેમની પાસે બેઠી હતી.
pm મોદીએ દીકરીને મેડિકલ પ્રોફેશનને કરિયર તરીકે પસંદ કરવાનું કારણ પૂછ્યું, જેના પર તેણે કહ્યું કે મારા પિતા જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેની સારવાર માટે હું ડોક્ટર બનવા માંગુ છું.બાળકીનો જવાબ સાંભળીને વડાપ્રધાન ભાવુક થઈને થોડીવાર મૌન રહ્યા અને પછી છોકરીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે તમારી કરુણા જ તમારી તાકાત છે. પીએમ મોદીએ કહ્યું કે આજનો ઉત્કર્ષ સમારોહ એ વાતનો પુરાવો છે કે જ્યારે સરકાર નિષ્ઠાપૂર્વક કોઈ સંકલ્પ લઈને લાભાર્થીઓ સુધી પહોંચે છે, તો તેના ફળદાયી પરિણામો શું આવે છે. સામાજિક સુરક્ષા સંબંધિત 4 યોજનાઓની શત ટકા સંતૃપ્તિ માટે હું ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત સરકારને અભિનંદન આપું છું.