ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsappના અનેક યુઝર્સ છે જે મેસેજની આપ-લે કરવા માટે અથવા તો ઘણા લોકો પોતાનો બીઝનેસ પણ Whatsapp પર ચલાવતા હોય છે ત્યારે Whatsapp દ્વારા એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે જેમાં એક સાથે 36 લાખથી વધુ ભારતીય એકાઉન્ટને બેન કરવામાં આવ્યા છે. આ ખાતાઓ 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે બંધ કરવામાં આવ્યા છે. આઈટી એક્ટ 2021ના માસિક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
કંપનીએ યુઝર્સની ફરિયાદના આધારે આ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કંપનીએ કહ્યું કે બેન કરવામાં આવેલા એકાઉન્ટમાંથી લગભગ 14 લાખ એકાઉન્ટ એવા હતા જે ભારતીય યુઝર્સની ફરિયાદના આધારે બંધ કરવામાં આવ્યા છે. આ પહેલા નવેમ્બરમાં વોટ્સએપે દેશમાં 37 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
વ્હોટસએપ પર ભૂલથી પણ ન કરવા આ કામ
> ફેક મેસેજ અથવા તો ખોટા મેસેજ સેન્ડ કે ફોરવર્ડ કરવા નહિ
> નફરત ફેલાવનારા કોઈ પણ મેસેજ whatsapp મારફત મોકલવા નહીં અથવા તો ફોરવર્ડ કરવા નહીં
> લોકો સાથે ફ્રોડ કરવા માટે whatsapp નો ઉપયોગ કરવો નહીં
> આઈટી નિયમ અને whatsapp ની પોલીસીનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તમારું whatsapp એકાઉન્ટ બેન થઈ જશે
> વોટ્સએપે એકાઉન્ટ બેન કરવા બાબતે આપી માહિતી
કંપનીએ કહ્યું કે 1 ડિસેમ્બર 2022થી 31 ડિસેમ્બર 2022 વચ્ચે 36.77 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાંથી 13.89 લાખ ખાતા ભારતીય યુઝર્સની ફરિયાદના આધારે બંધ કરવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં 946 ફરિયાદોની સરખામણીમાં ડિસેમ્બરમાં WhatsApp યુઝર્સની અપીલ લગભગ 70 ટકા વધીને 1,607 થઈ હતી, જેમાં 1,459 એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની અપીલનો સમાવેશ થાય છે. કંપનીએ માત્ર 166 અપીલ પર પ્રક્રિયા કરી હતી.
IT એક્ટ 2021 હેઠળ કાર્યવાહી કરવામાં આવી
નવા IT નિયમ હેઠળ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવી દઈએ કે IT એક્ટ 2021 હેઠળ 50 લાખથી વધુ યૂઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને દર મહિને IT મંત્રાલયને યૂઝર સેફ્ટી રિપોર્ટ સબમિટ કરવો પડે છે.
સોશિયલ મીડિયા કંપનીઓ રિપોર્ટ જારી કરે છે
IT નિયમો 2021 હેઠળ, ભારતમાં કાર્યરત તમામ ડિજિટલ પ્લેટફોર્મ માટે દર મહિને કોમપ્લીઅન્સ રીપોર્ટ મોકલવો જરૂરી છે. કંપનીઓએ તેમને કેટલી ફરિયાદો મળી છે અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેની માહિતી આપવાની રહેશે. વોટ્સએપે આ નિયમ હેઠળ મંથલી યુઝર્સ સેફ્ટી રિપોર્ટ પણ જાહેર કર્યો છે.