નવા શૈક્ષણીક સત્રથી 6 વર્ષ પૂર્ણ થયે ધો.1માં પ્રવેશ મળશે અને આજ વર્ષથી નવી શિક્ષણ નીતિ લાગુ પડતા પ્રિ-સ્કુલ પણ સરકારી અંકુશ હેઠળ આવરી લેવાશે
4 થી 6 વર્ષનો 3 વષનો ગાળો પ્રિસ્કુલ અને ધો.1-2ના બે વર્ષ મળી કુલ પાંચ વર્ષનો પ્રારંભીક બાળશિક્ષા અભ્યાસક્રમનો ગાળો ગણાશે: અત્યાર સુધી બાળ મંદિરો, પ્લેહાઉસ માટે કોઈ મંજુરીની જરૂર ન હતી પણ હવે ફરજીયાત મંજૂરી લેવી પડશે
બાળકોનો પાયો પાકકો થાય તે માટે પ્રિ-સ્કુલ મહત્વની ગણાય છે, હવે નવી શિક્ષણ નીતિમાં તેને મહત્વ અપાતા આ ક્ષેત્રે સંચાલનના કડક નિયમો અને બાળ માનસના અભ્યાસુ અને તાલિમબધ્ધ શિક્ષકો જ ભણાવી શકશે
અત્યાર સુધી બાલ મંદિરો, પ્લેહાઉસ જેવા રૂપકડા નામથી ચાલતા યુનિટો માટે કોઈ મંજુરીની આવશ્યકતા ન હોવાથી શેરી ગલ્લીઓ કે નાના મોટા મકાનોમાં તગડી ફી લઈને વ્યવસાયીક રીતે યુનીટો ચલાવતા હતા. દુ:ખની વાત તો એadmiss હતી કે આવા યુનીટમાં ગમે તે ભણાવવા માટે સક્ષમ ગણાતા હતા.કોઈ તાલીમ બધ્ધ સ્ટાફ રાખતા જ નથી પ્રિ-સ્કુલ માટે સરકારનો પ્રિ-પી.ટી.સી. અભ્યાસક્રમ અમલમાં છે આવી તાલીમ મેળવી હોય તેજ નાના બાળકોને ભણાવી શકે પણ વર્ષોથી હોતી હે ચલતી હેની જેમ સંચાલકો ગાડી ચલાવ્યા રાખતા હતા. કારણ કે બંધારણમાં 6 થી 14 વર્ષ માટે મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઈ હતી જેને કારણે 6 વર્ષથી નાના માટેના શિક્ષણના કોઈ સરકારી અંકુશ ન હતા.
ગુજરાત રાજયમાં અંદાજે 40 હજારથી વધુ આવા બાલ મંદિરો કે પ્લેહાઉસ ચાલે છે. અમુક યુનીટો તો બહુ સારા ચાલતા હોવાથી શિક્ષણ વિભાગની મંજુરી પણ માંગી હતી પણ આવી કોઈ જોગવાઈ નહોવાથી 3 થી 6 વર્ષ પ્રારંભ સુધી નર્સરી, લોઅર કે.જી.હાયર કે.જી. જેવા નામથી સૌ પોતાની રીતે પોતાના અભ્યાસ ક્રમ મુજબ યુનીટો ચલાવતા હતા. હવે નવા સત્ર જુન 2023 થી નવી શિક્ષણ નીતિ અનુસાર બદલાવ આવવાથી આવા યુનીટો માટેના કડક નિયમો, મંજુરી વિગેરેની જોગવાઈ ટુક સમયમાં આવી રહી છે.
ખાનગી શાળાઓ તો પોતાને સંખ્યા મળી રહે તેવા હેતુથી વર્ષોથી પ્લે હાઉસ ચલાવે છે જેમાં વાલીને પોતાના બાળકો પૂર્ણ શાળાનો લાભ મળતા ધો.10 કે 12 સુધી શાળા બદલવી ન પડેતેનો ફાયદો હતો. પણ જે પ્લે હાઉસ માત્ર આ નર્સરી, લોઅર-કે હાયર કે.જી.પુરતું મર્યાદીત શિક્ષણ આપતા હતા. અને મંજુરી પણ ન હતી તેના માટે સરકાર શુંનિયમ લાવે છે તે થોડો સમય રાહ જોવી પડશે.
સમગ્ર શિક્ષા અભિયાનના એક પાર્ટમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક ધો.1 થી 5 અને ધો.6 થી 8 ને આવરીલેવાયા છે. કોર્પોરેશન કે પંચાયત સંચાલીત આંગણવાડી ચાલી રહી છે. ત્યારે સરકારી શાળામાં આ પ્રિ સ્કુલ શરૂ થઈ જાય તો વાલીઓને ધણી રાહત થઈ જાયતેમ છે.જી.સી.ઈ. આર.ટી. અને તાલિમ ભવન દ્વારાબાળ માનસ અભ્યાસુ શિક્ષકોને તાલિમ બધ્ધ કરીને આવા વર્ગ સોંપી શકાય તેમ છે.
પ્રિ-સ્કુલનો મુખ્ય ઉદેશ દરેક બાળકને પાયાનું શિક્ષણ મળી રહે અને ધો.1-2 સુધીમાં વાંચન-ગણન અને લેખનની ક્ષમતા સિધ્ધ કરે તેવો હોવાથી આ બાબતે હવે સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. 2027 સુધીમાં તમામ બાળકો વાંચન ગણન અને લેખનની ક્ષમતામાં 100 ટકા સિધ્ધ મેળો લક્ષ્યાંક નવી શિક્ષણ નીતિમાં રાખવામાં આવેલ છે. શિક્ષણમાં ધણા પ્રશ્ર્નો હજી પણ આવી રહ્યા છે, આજે પણ ખાનગી શાળામાં પી.ટી.સી./ બીએડ જેવી સરકારી માન્ય લાયકાત વગરનાં શિક્ષકો ગણાવી રહ્યા છે, મતલબકે સરકારી શાળામાં તાલીમ બધ્ધ અને ખાનગી શાળામાં બિન તાલિમ શિક્ષકો ભણાવી રહ્યા છે. સરકારે આવા લાખો શિક્ષકો માટે તાત્કાલીક શની-રવિની વાર્ષિક તાલિમ અભ્યાસક્રમ શરૂ કરવો જ પડશે. હવે પ્રિ-સ્કુલ અમલમાં આવતા તેમાં પણ ખાનગી શાળાનાં શિક્ષકોને તાલિમ આપવી જરૂરીજણાશે.
પ્લે હાઉસ અને પ્રિ-સ્કુલોની ફિ સહિતની મનમાની હવે ચાલશે નહી કારણ કે સરકારી દાયરા અંકુશ હેઠળ બાળ એફ.આર.સી.જ આવા યુનીટો માટે ફિ નકકી કરશે. રાજય સરકારે નિયમનકારી નીતિ ઘડવાની તૈયારી કરી દીધી છે. આવી સ્કુલોનું રજીસ્ટ્રેશન પણ ફરજીયાત કરાવવું પડશે. કેજીમાં ભણાવતા શિક્ષકો માટે ન્યુનતમ શૈક્ષણીક યોગ્યતા પણ ફરજીયાત થશે. હાલ તમામ 40 હજાર પ્લે હાઉસ માટે કોઈ નિયમ નથી પણ જૂન-23થી બધા નિયમ અંતર્ગત આવરી લેવાશે. હાલ આવા યુનીટો 10 હજારથી શરૂ કરીને 80 હજાર જેવી તગડી ફી વસુલે છે પણ નવા સત્રથી તે નિયમ મુજબ જ લેવાનું નકકી થશે જ તેથી વાલીઓએ પોતાના નાના બાળકો માટે એડમીશન લેવા ઉતાવળ ન કરવી.
પ્રિ-પ્રાયમરી બાળ વિકાસ માટે સૌથી અગત્યનો ગાળો હોવાથી, તેના સંર્વાગી વિકાસ માટે તથા નવી શિક્ષણ નીતિ મુજબ તમામ ક્ષમતા સિધ્ધ થાય તેવા વિવિધ નિયમોનું કડક અમલ થશે તો જ વર્ષોથી ચાલી આવતી પાયાની શિક્ષણની કચાશ દૂર થશે તેમ શિક્ષણ શાસ્ત્રીઓ માની રહ્યા છે.
ચાઈલ્ડ ડેવલપમેન્ટ બાબતે માર્ગદર્શન
4 થી 6 વર્ષના બાળકો માટે અર્લી ચાઈલ્ડ એજયુકેશન સાથે તેની વય-કક્ષા મુજબ ડેવલપમેન્ટ માટે આ લેખના લેખક અને જાણીતા ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ અરૂણ દવે (98250 78000)નો સંપર્ક બાળ વિકાસમાં રસ ધરાવતા વાલીઓ સંપર્ક કરી શકશે. શાળાઓ પોતાના સ્ટાફને આ પરત્વેની તાલિમ બધ્ધ કરવા પણ સંપર્ક કરવો.
પ્રિ-પ્રાયમરી સ્કુલોને લવાશે સરકારી અંકુશ હેઠળ
નવી શિક્ષણ નીતિ-2020ના ભાગ રૂપે નવા શૈક્ષણીક સત્ર જૂન-2023 થી પ્રિ-પ્રાયમરી (પ્લેહાઉસ) સ્કુલોને સરકારી અંકુશ હેઠળ લાવવામાં આવશે. શિક્ષકોમાટે ન્યુનતમ લાયકાતના નિયમો લગુ પડશે. આવી શાળાનું ફરજીયાત રજીસ્ટ્રેશન અને સરકારી નિયમ કરેલી ફ્રી પણ નિયમ કરાશે. પ્રિ-સ્કુલના ત્રણ વર્ષ, ધો.1 થી 5ના પ્રાથમિક અને ધો.6 થી 8 ઉચ્ચ પ્રાથમિક એમ ત્રણ તબકકે પૂર્ણ કર્યા બાદ હાઈસ્કુલના 9 થી 12 ધોરણના તબકકામાં છાત્રોને શિક્ષણ અપાશે. આવા સંકુલો પર કોઈ નિયમ ન હોવાને કારણે સરકાર પાસે પણ આનો કોઈ રેકોર્ડનથી પણ હવે નવા નિયમ નિયંત્રણોથી તેને સરકારી શિક્ષણના અંકુશ હેઠળ આવરી લેવાશે. આવા પ્લેહાઉસમાં શિક્ષકોનું કોઈ માપ દંડ ન હોવાથી બાળકોનાં પાયાના જ્ઞાનની ઉણપનો પ્રશ્ર્ન પણ ઉભો થયો હતો. આગામી દિવસોમાં આવા યુનિટના રજીસ્ટ્રેશનમાં મકાન, ગ્રાઉન્ડ, સ્ટાફ વિગેરે ચકાસણી કર્યા બાદ મંજુરી આપવામાં આવશે.
પ્રિ-પ્રાયમરી (પ્લેહાઉસ-નર્સરી) સ્ક્ુલોનું રજીસ્ટ્રેશન ફરજીયાત
ટુક સમયમાં પ્રિ-પ્રાયમરી પ્લેહાઉસ નર્સરી કે બાલ મંદિર ચલાવવા માયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફરજીયાત બનાવવામા આવશે. આવા યુનિટોની ફિ સહિતની મનમાની પણ હવે નહી ચાલે. બાળ શિક્ષા અભ્યાસક્રમ સાથે નવી શિક્ષણ નીતિનાં પ્રથમ પાંચ વર્ષનાં તબકકા ધો.1-2 સાથે આ પ્રારંભના ત્રણ વર્ષને સાંકળી લેતા હવે આ યુનીટો શિક્ષણ વિભાગ અંતર્ગત નોંધણીના દાયરા સાથે નિયમ મુજબ સ્ટાફ, રેકોર્ડ તથા એફ.આર.સી.એ. નકકી કરેલી ફી જેવા તમામ નીતિ નિયમો પરત્વે સરકારી શિક્ષણ વિભાગના દાયરામાં આવી જશે. એક વાતએ પણ છે કે શેરી ગલ્લીઓમાં ચાલતા, નાના-મોટા મકાનોમાં ચાલતા બાલ મંદિરો બાબતે સરકાર શું નિર્ણય કરે છે તે સમય જ બતાવશે, જોકે સરકાર આ બાબતે નીતિ-નિયમો ઘડી રહી છે. જુન 2023 થી તમામ ને આ નવી નીતિ અનુસાર નિયમબધ્ધમાં આવરી લેવાશે એ નકકી છે.