ડી.એચ. કોલેજમાં બહેનોને રમતી નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા
સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં પહેલા નોરતે જ જમાવટ થઈ છે અને મોટી સંખ્યામાં બહેનોને ગરબા રમતા જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. પહેલા જ દિવસે સિંગરોએ પ્રાચીન અને અર્વાચીન ગીતોનું ફ્યૂઝન રજૂ કરીને સૌને અચંબામાં નાખી દીધા હતા અને બહેનો પણ ઝૂમી ઉઠી હતી. નવરાત્રિના પહેલા જ દિવસે બહેનોએ વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
પ્રારંભમાં માતાજીની આરાધના કર્યા પછી ગરબાની શરૂઆત થઈ હતી. આ ગોપી રાસ નિહાળવા માટે પ્રથમ દિવસે જ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.વજુભાઈ વાળા, ભૂપતભાઈ બોદર, મનીષભાઈ માંડેકા, શિવલાલભાઈ આદ્રોજા નાં હસ્તે આરતી ઉતારવાનો લાભ લીધેલ તેમજ રામભાઈ મોકરીયા, કમલેશભાઈ મિરાણી, નીતિનભાઈ ભારદ્રાજ, પિયુષભાઈ પારેખ (દુબઈ), વંદનાબેન ભારદ્રાજ, ઘનશ્યામભાઈ પરસાણા, મનસુખભાઈ ધંધુકિયા, ચંદાબેન ડેલાવાળા, જસુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ભાવનાબેન માવાણી, માયાબેન પટેલ મહેમાનોના હસ્તે ઇનામો પણ આપવામાં આવ્યા હતા.
ત્રીજું નોરતું તા.ર8/09/રર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. અરવિંદભાઈ પટેલ, સુરેશભાઈ નંદવાણા, ભુપતભાઈ બોદર, રમેશભાઈ ટીલાળા, ડો. હેમાંગભાઈ વસાવડા, નરેન્દ્રસિંહ ઠાકુર, રાકેશભાઈ પોપટ, ડી. કે. સખીયા, જશવંતસિંહ ભટ્ટી, ઉમેશભાઈ રાજ્યગુરુ, જગદીશભાઈ કોટડીયા, હરેશભાઈ લાખાણી, પરસોતમભાઈ કમાણી, છગનભાઈ ગઢિયા, ગીરધરભાઈ દોંગા, હેતલભાઈ રાજ્યગુરુ, શ્રી રાજેશભાઈ કાલરીયા, ભીખુભાઈ વિરાણી, યુસુફભાઈ જુણેજા, દિનકરભાઈ (રોકી), નારણભાઈ પરમાર, ધીરેનભાઈ લોટીયા, શ્રી હરેશભાઈ વોરા, પંકજભાઈ લોઢીયા, હરસિંગભાઈ સુથરિયા, પ્રેમચંદ અગ્રવાલ, હરકાંતભાઈ કિયાડા, કમલકુમાર જૈન, શૈલેશભાઈ ખુંટ, રાજેન્દ્રભાઈ મહેતા, રવિભાઈ ભટ્ટ, મનીષભાઈ બાવરીયા, મુકેશભાઈ દોશી, નીતિનભાઈ ખુંટ, શ્રી હરિભાઈ પટેલ (ક્રિષ્ના પાર્ક), જગદીશભાઈ બોઘરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, રાજભા ગોહિલ, રમેશભાઈ અકબરી, દિપકભાઈ શાહ, કેતનભાઈ મીરાણી, ગુણવંતભાઈ ભટ્ટ, કિરીટભાઈ આડેશરા, આશાબેન ભૂછ્ડા, સુધાબેન દોશી, હીનાબેન પારેખ, વૈશાલીબેન શાહ, કમીટી જહેમત ઉઠાવી રહેલ છે.