દિવાળી પર ટ્રેન, બસ, દરેક જગ્યાએ તમને ભીડ જોવા મળશે. ત્યારે દિવાળી દરમિયાન તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે, એક નાની ભૂલ પણ તમારી મજા બગાડી દેશે.
તહેવારની સીઝન 3 ઓક્ટોબરથી શરુ થઈ રહી છે. સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. આ સાથે દિવાળીના તહેવાર પર શાળા-કોલેજોમાં વેકેશન હોય છે. ત્યારે ઓફિસમાં પણ રજા હોય છે. પરિવાર સાથે મળી દિવાળીની ઉજવણી કરતો હોય છે.
આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું. જે તમારો દિવાળીનો પ્રવાસ યાદગાર બનાવી દેશે. તમે ફરવા જઈ રહ્યા છો ત્યારે શક્ય તેટલું બેગમાં ઓછો સામાન પેક કરવો. તેમજ બાળકોની દવાઓ ખાસ બેગમાં લઈ લેવી.
બાળકોને વેકેશન હોવાથી દિવાળીમાં કેટલાક પરિવાર ફરવા જવાનો પ્લાન બનાવતો હોય છે. જો તમે પણ નક્કી કરી લીધું છે કે દિવાળીની રજામાં બહાર જવાનું તો સૌથી પહેલા જે સ્થળે જવાનું છે, ત્યાંની ટ્રેન, બસ કે પછી ફ્લાઈટની ટિકિટ બુક પહેલાથી જ કરી લો. કારણ કે, જો આવવા-જવાની ટિકિટ કન્ફોર્મ હશે તો મુસાફરી સારી રહેશે.
હવે બીજી વાત એ કે, તમારી ટિકિટ બુક થઈ ચૂકી છે. અને તમે પરિવારના સભ્યો સાથે બહાર જઈ રહ્યા છો. તો તમને તમારા સ્થળ સુધી પહોંચવામાં કલાકોનો સમય લાગવાનો છે. તો તમારે શક્યો હોય તેટલો સુકો નાસ્તો, ફ્રુટસ બેગમાં પેક કરી લેવો.
આ ઉપરાંત ટ્રેન બુક થઈ ચૂકી છે. ત્યારે હવે બીજો પ્રશ્ન એ આવે છે કે, રહેવાની વ્યવસ્થાનું શું કરવું, તો પહેલી વાત એ છે કે, તહેવારોની સીઝનમાં હોટલોના ભાડા વધારે હોય છે, આ સાથે કેટલીક હોટલમાં મહિનાઓ પહેલા દિવાળીનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેટલા માટે બેસ્ટ ઓપ્શન એ છે કે, તમે પણ જે સ્થળે જવાના છો, ત્યાંની હોટલ પહેલાથી જ બુક કરી લો. જેનાથી જો તમે વહેલા હોટલ બુક કરાવી હશે. તો ભાડું પણ વધારે ચુકવવાનું રહેશે નહિ અને આ સાથે હોટલ પણ આરામથી મળી રહેશે.
જો તમારી ઓફિસમાં દિવાળીઓ પર રજા નથી. કે પછી તહેવારમાં તમામ કર્મચારીઓને રજાઓ એક સાથે લેવી સંભવન નથી. તો તમે રજા માટે પહેલાથી જ અપ્લાય કરી દો. જેનાથી તમે તમારું પેન્ડિંગ કામ પહેલાથી જ પુરું કરી શકશો.