ચોરીની ઘટના તો આપણી આસપાસ બનતી જ હોય છે ત્યારે હળવદમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની છે જ્યાં ચોરોને કઈ ન મળતા દીકરીનો ચોટલો કાપીને જતા રહ્યા હતા. હળવદના માલણીયાદ ગામે ગઈ કાલે રાત્રે ચોરીની ઘટના બની જ્યાં વિષ્ણુભાઈ ડાભીના ઘરે ચોર ત્રાટક્યા હતા.
ડાભી પરિવારના ઘરમાં ઘુસ્યા બાદ બધી જ જગ્યાએ શોધ-ખોળ કર્યા બાદ હાથ કઈ ન લાગતા ફળિયામાં સુતેલી આ પરિવારની તરુણ વયની દીકરી ઉપર ખાર ઉતાર્યો હતો દીકરીનો ચોટલો કાપી નાખ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસે દોડી જઈને તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિષ્ણુભાઈ ખીમાંભાઈ ડાભી ગઈ કાલે કાળ-જાળ ગરમી અને બફારાથી બચવા તેમની પત્ની અને તેમની 15 વર્ષની દીકરી સાથે ફળિયામાં સુતા હતા.ત્યારે ચોર ત્રાટકયા હતા અને ઘરમાં ઘૂસીને ઘરવખરી વેરવિખેર કરી નાખી હતી પણ ઘરમાંથી કોઈ મુદામાલ હાથ ન લાગતા ખાર આ પરિવારની દીકરી ઉપર ઉતાર્યો હતો અને તસ્કરોએ ફળિયામાં સુતેલી 15 વર્ષની દીકરીના વાળનો ચોટલો કાપી ભાગી છૂટ્યા હતા.