અમિત શાહે મતક્ષેત્રમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂા.૪૬ કરોડના કામોનું કર્યું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ
સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર શહેર જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત અંદાજે રૂ ૧૫.૦૧ કરોડના કામોનું ઈ- લોકાર્પણ અને ૧૧૯.૬ કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ ગાંધીનગર કલેકટર કચેરી, સેકટર- ૭/એના બગીચામાં અને રૂપાલ ગામ ખાતે સવારના ૧૧.૦૦ કલાકે યોજાયો હતો.
અમિતભાઈ શાહે આ તકે વિડીઓ કોન્ફરન્સ સંબોધનમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અન્ય જિલ્લામાં પણ આ અનેક પ્રજાલક્ષી કાર્યો માટે ઉભી કરેલ વ્યવસ્થા અને તંત્ર દ્વારા ઉઠાવેલી જહેમત માટે ગુજરાત સરકાર, જિલ્લા વહીવટીતંત્ર તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અભિનંદનને પાત્ર છે.
અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રને સમગ્ર દેશમાં આદર્શ લોકસભા ક્ષેત્ર બનાવવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નાગરિકોએ મને જે પ્રચંડ બહુમતીથી જીતાડીને સંસદમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે તે માટે હું મતદારોનો આભારી છું. તેઓએ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર લોકસભા ક્ષેત્રના નાગરિકોના સહકાર અને ભાગીદારીથી જ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને આગવું સ્થાન આપવામાં આપણે સફળ થઇ શકીશું.
અમિત શાહે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ અગાઉ ક્યારે ન જોઈ હોય તેવી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે વિશ્વના અનેક દેશોમાં વિકાસ ની ગાડી થોડી ધીમી પડી છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે પણ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા લેવાઈ રહેલા નિર્ણયો અને સાતત્યપૂર્ણ કદમોના પરિણામે ગાંધીનગર,ગુજરાત અને સમગ્ર દેશ વિકાસ પથ પર સતત આગળ વધતો રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને દૂરોગામી દ્રષ્ટિકોણના પરિણામે વિશ્વના અનેક શક્તિશાળી દેશોની સરખામણીમાં આપણે મહદંશે કોરોના સંક્રમણને સીમિત રાખવામાં અને તેની અસરો ઘટાડવામાં સફળ રહ્યા છીએ. આ છ વર્ષોમાં ભારત સ્વાવલંબી અને આત્મનિર્ભર બન્યું તથા સમગ્ર વિશ્વમાં ભારતની એક મજબૂત છબી ઉપસી આવી છે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વને આભારી છે. સાત દસકાઓથી વિકાસથી વંચિત રહેલા તમામ ક્ષેત્રોમાં આ ગેપ છ વર્ષમાં પૂરા કરવાની કટીબદ્ધતા સાથેના પ્રયાસ કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહયા છે.
શાહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આપણો દેશ આ મહામારીમાંથી સફળતાપુર્વક બહાર આવીને વિકાસ પ્રક્રિયામાં પુન: અગ્રેસર બનશે.તેઓએ જણાવ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્ર અને કલોલમાં અંદાજીત કુલ રૂ. ૧૫.૦૧ કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને ૧૧૯.૬૩ કરોડના ઈ-ખાતમૂહૂર્તના કારણે નાગરિકોના સુખ સુવિધાઓમાં વધારો થશે. સ્માર્ટ સીટી યોજના અન્વયે મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૩૮ લાખના ખર્ચે ઇ.આર.પી. અને ઇ- ગવર્નન્સ પ્રોજેક્ટ, નાગરિકોને સુવિધા પૂરી પાડવા રૂા.૫૧૯ લાખના ખર્ચે પ્રોપર્ટી ટેક્ષ સર્વે એન્ડ બેઝમેન્ટ ક્રિએશન અપડેશન એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન જી.આઇ.સી. ના કારણે નાગરિકોના કચેરીના ધક્કા ઓછા થશે અને પારદર્શક તથા લોકભિમુખ વહીવટમાં મદદરુપ થશે.
શાહે સ્વાસ્થ્યની કાળજી લેવા પર ભાર મુકતા જણાવ્યું હતું કે નાગરિકોની તંદુરસ્તી અને સુખાકારીને પ્રાધાન્ય આપવું એ વર્તમાન સમયની તાતી જરૂરીયાત બની છે. જે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૪૩૫ લાખના ખર્ચે સેકટર ૨, ૭/એ અને ૯ ના તથા અન્ય સેક્ટરોના નવીનીકરણ કરવામાં આવેલા બગીચાઓ આ ઉદેશ્યમાં ઉપયોગી બનશે.
તેમજ સ્માર્ટ સીટી યોજના અંતર્ગત ક્ધસ્ટ્રકશન ઓફ ફોર લેનીંગ ઓફ સેકટર લેવલ રોડૂસ એન્ડ એપ્રોચ રોડૂસની સુવિધાઓના લીધે નાગરિકોના આવાગમનમાં સરળતા થશે. આદરજ મોટી ખાતે રૂપિયા ૯૦ લાખથી વધુના ખર્ચે ક્ધયાશાળામાં ૧૧ વર્ગખંડ બનાવવામાં આવનાર છે. તેમજ મોટી ભોયણ ગામે શાળા નંબર ૧ માં રૂપિયા ૩૩ લાખ જેટલા ખર્ચે નવા ૪ વર્ગ ખંડનું કામ થનાર છે. જેના પરિણામે શિક્ષણની સુવિધાઓ વધવાથી શિક્ષણનો વ્યાપ વધશે અને ક્ધયા કેળવણીને પણ પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસન, સરઢવ, આદરજ મોટી,સોનીપુર ઉનાવા, પીંપળજ, જલુંદ અને પીંડારડા ગામમાં લોકસુખાકારી અને વિકાસના ૨૩ કામો રૂપિયા ૫૦ લાખના ખર્ચે કરવામાં આવનાર છે.