આ કાવ્ય કોણે અને કોના માટે લખ્યું છે, એ ઘણે ભાગે સહુ કોઈ જાણે છે. પરંતુ આપણા દેશના વર્તમાન રાજકીય પ્રવાહોને એ કારૂણ્ય ભાવે સ્પર્શે છે. ‘હે રામ’,ના અંતિમ શબ્દો સાથે આ દેશને અને દુનિયાને છોડી ગયા, અને ‘ન જાને કૌનસા દેશ તુમ ચલે ગયે એ વાત અધૂરી રહી ગઈ!’
આપણા દેશની રાજકીય ક્ષિતિજે નજર કરતાં આપણા સવા અબજ જેટલા નરનારીઓનો અતિ કરૂણ વલોપાત ઘણે ભાગે સહુને વ્યથિત કર્યા વિના રહેતો નથી!
આપણા દેશને ગુલામી મુકત અને સ્વતંત્ર બનાવવા જેમણે અજબ જેવો સંગ્રામ ખેલ્યો અને આપણા દેશમાં કોઈ પણ દેશવાસી ભૂખ્યો-દુ:ખ્યો ન રહે, અશિક્ષિત ન રહે, દૂધ-દહીં, સ્વચ્છ જળ અને ભોજનનો મોહતાજ ન રહે એવું રામરાજય લાવવાની જેમની મનેચ્છા હતી તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તેમની વિચારધારા ‘હે રામ,ના ઉદ્ગારો સાથે સમેટાઈ ગઈ એ ઘટનાનું સ્મરણ કરીને આપણી માતૃભૂમિ અને આપણે બધા મનોમન અને વિષાદભીના કંઠે અને ભીની ભીની આંખે એ શબ્દો ઉચ્ચારીએ છીએ કે, ‘જાને કૌન-સા દેશ જહાં તૂમ ચલે ગયે… ચિઠ્ઠીના કોઈ સંદેશ’, જહાં તૂમ ચલે ગયે…’
ગાંધીને અને ગાંધી વિચાર ધારાને જાણે કે આપણા દેશના શાસકોએ અભેરાઈએ ચડાવી દીધા છે. અર્થાંત પ્રતિમાઓમાં ધરબી દીધાં છે.
મૃત્યુની ફિલસુફી, આત્માની અમરતા વગેરે શબ્દો શોકસંતરત મન અને હૃદયને આશ્ર્વસ્ત કરી શકતા નથી!
મકરસંક્રાંતિ-ઉત્તરાયણનો તહેવાર ડોકાઈ રહ્યો છે. આ તહેવાર પતંગોનાં પર્વ તરીકે પણ ઉજવાય છે. આ તહેવાર પૂણ્ય કરવાની શિખ આપે છે.
આ તહેવાર ગંગાપુત્ર અને મહાભારતના યુધ્ધમાં છળકપટના કાળમુખા ઓછાયા હેઠળ ખપી ગયેલા ભીષ્મપિતામહની બાણશય્યા સાથે પણ સહકળાયેલો છે.
આ દિવસથી સૂર્ય મકર રાશીમાં પ્રવેશે છે અને વાયુ દક્ષિણથી ફંટાઈને ઉત્તર દિશામાં વાય છે. એટલે એને ઉતરાયન પણ કહેવાય છે. આ કારણે જ એ પતંગોનું પર્વ બનેલ છે. ‘પતંગ-પ્રવીણ’ની સ્પર્ધાનો ઉદ્ભવ પણ આ દિવસે ઉજવાય છે.
આવા પૂણ્ય પર્વ અને પતંગ પર્વને ટાંકણે જ સુલેહ-શાંતિ અને ભાઈચારાના આદાન પ્રદાનને બદલે નાગરિકતા કાનૂને સર્જેલી અંધાધુંધી અને રાજકીય ઉલ્કાપાતનો ઉકળતો ચરૂ આપણા દેશને ધમરોળી રહ્યા છે.
મકરસંક્રાંતિના પૂણ્ય પર્વને ટાંકણે દેશ રાજકીય-આર્થિક પડકારોથી ઘેરાયેલો છે. સરકારમાં બેઠેલાઓ જબરી મુશ્કેલી અને મુંઝવણમાં ફસાયા છષ. આમાંથી કોણ અને કેવી રીતે બહાર કાઢી શકે એ કોયડારૂપ બન્યું છે.
કોઈ મહાત્મા ગાંધી નથી. કોઈ મહાપુરૂષ નથી ! જે હતા તે અત્યારે નથી રહ્યા…
‘ન જાને કૌનસા દેશ, જહાં તૂમ ચલે ગયે!’ ચિઠ્ઠીના કોઈ સંદેશ, જહાં, જહાં તૂમ ચલે ગયે…
વડે શોકસે સુન રહાથશ જમના… તૂમ્હી સો ગયે દાસ્તાં કહતે કહતે… કવિ મીટ જાતા ક્ધિતુક ઉસકા ઉચ્છ્વાસ અમર હો જાતા હૈ…
હા, આજે જે મહાનુભાવો અહીં નથી એ અમર છે. મહાત્મા અમર છે, પણ એમની આ દેશને મહાન બનાવવાની અને અહી રામરાજય ખડું કરવાની એમની મહેચ્છા સિધ્ધ કરે એવા કોઈ માઈનાપૂત નથી. એ ખોટ કારમી છે અને એ સમયસર નહિ પરાય તો આ દેશ માટે કોઈ આરોવારો નહિ રહે એ નિર્વિવાદ છે.