કેલીફોર્નિયાના વાઇન યાર્ડમા ટેન્ક લીક થતા રેડ વાઇનનો વિશાળ જથ્થો નદીમાં ભળી જતા આ વિસ્તારમાં નળમાંથી વાઇન મિશ્રીત પાણી આવતા પ્યાસીઓને મફતમાં જલ્સા પડી ગયા !!!
દારૂ પીવાના શોખીનોનું હંમેશા સ્વપ્ન જોતા હોય છે કે તેમની પાસે એટલો બધો દારૂ હોવો જોઇએ કે નળ ખોલે અને પાણીની જેમ દારૂની ધારા વહે ! આવું સ્વપ્ન જો કે હંમેશા સ્વપ્ન જ રહેતું હોય છે. પરંતુ, તાજેતરમાં અમેરિકાના કેબીફોનિયામાં નળમાંથી દારૂની ધારાઓ વહેતા દારૂના પ્યાસીઓ માટે આનંદો આનંદો થઇ જવા પામ્યું હતું. કેલીફોર્નિયાના સોનોમાં કાઉન્ટીમાં આવેલા વાઇના યાર્ડમાંથી વાઇનને સંગ્રહવા માટે રાખવામાં આવેલા ટેન્કમાં લીક થતા ૯૭ હજાર ગેલન વાઇન રશિયાના નદીમાં ભળી ગયો હતો. આઠ ટેન્કરમાં ભરાય એટલો આ વાઇન પાણીની પાઇપ લાઇનમાં પ્રવેશી ગયો છે. જેથી આ વિસ્તારમાં આવેલા ઘરો, ઓફીસોની નળોમાંથી વાઇન નીકળવવા લાગ્યો હતો.
કેલીફોર્નિયાના ગર્વનરની ઇમરજન્સી સેવા વિભાગ દ્વારા આ બનાવને સર્મથન આપતા જણાવ્યું હતું કે બુધવારે વાઇન યાર્ડમાંથી આ લીકેજ થઇ હતું. જેથી મોટી માત્રામાં રેડ વાઇન રશિયન નદીમાં ભળી ગયો હતો.
જેથી, નદીનો એક ભાગ લાલ રંગમાં ફેરવાય ગયો હતો. જે આગળ જતા આ વિસ્તારમાં પાણી પુરવઠો સપ્લયા કરવાની પાઇપ લાઇનમાં ભળી ગયો હતો. જેથી અનેક સ્થાનો પર નળમાંથી આવતું પાણી રેડ વાઇન મિશ્રિત આવતું હતું. આ ઇમરજન્સી સેવાના અધિકારીને વધુમાં જણાવ્યું હતું કે રેડ વાઇનનો ૧,૭૪,૦૦૦ થી ૩,૬૩,૦૦૦ લીટર જેટલો જથ્થો રશિયન નદીમાં ભળી જતા નદીનો ૨૦ જેટલો પ્રવાહ મિશ્રિત થઇ જવા પામ્યો હતો. જે રેડ વાઇનની ૪,૮૪,૦૦૦ બોટલ જેટલો જથ્થો છે.
વાઇન યાર્ડમાંથી નીકળતા રેડલાઇનના આ લીકેજને બંધ કરવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંગે સોનોમાં કાઉન્ટીના શેરીફ દ્વારા જણાવ્યું હતું કે હેલીકોપ્ટર નો ઉપયોગ કરીને રેડ વાઇનને નદીના પ્રવાહમાં વધુ ભળવતો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ નદીના ઝડપી પ્રવાહમાં કારણે તંત્રને જોઇએ તેટલી ઝડપથી સફળતા મળી નથી. આ બનાવે કોલીફોનિયાજના સોનોમાં વિસ્તારના દારૂ ના પ્યાસીઓનો મફતમાં જલ્સા કરાવી દીધા હોય તેવો ધાટ ધડાઇ જવા પામ્યો છે.