ડ્રાઇવીંગ સમયે ડાબા પગની હિલચાલ ન થતાં પગની નસોમાં લોહી જમા થવાથી હ્રદયને નુકશાની પહોંચે છે
આધુનિક સુખ સુવિધા અને ટેકનોલોજીનો અપગરેશન ફાયદા કરતાં નુકશાનકારક વધુ બનતું હોય છે. તમે ઓટોમેટીક મોટરનો ઉપયોગ કરતા હોય અને લાંબી મુસાફરીએ જતાં હોય તો એવી સલાઅ આપવામાં આવે છે કે સતત એકથી બે કલાકની મુસાફરી બાદ પગને પોરો આપી અનુકુળ કપડા પહેરીને શરીરની તત્વચાની માવજતે લેવી જોઇએ. જો આવી સાવચેતી અને જાળવણી રાખવામાં કચાશ રાખવામાં આવે તો પશ્ર્ચિમથી લઇને ૩૦ વર્ષના સૌરભ શર્મા સાથે બનેલી ઘટના દરેક સાથે બની શકે છે.
સૌરભ શર્માનો ડાબો પગ દિલ્હથી ઋષિકેશ અને ત્યાંથી પરત આવવાની લાંબી મુસાફરી બાદ ઝકળાઇ ગયો હતો અને પગની નસોમાં રકત જામી ગયું હતું. નસ બંધ થઇ જવાના કારણે ફેફસાં સુધી પહોંચતુ લોહી બંધ થઇ ગયું હતું. પગની નસ જામી જવાને કારણે શરીરના અનેક અંગોમાં લોહીની ઘટ ઉભી થતા હ્રદય અને મગજમાં લોહી પહોચતું બંધ થઇ ગયું હતું. મુસાફરી દરમિયાન જ સૌરભ શર્માને એકા એક શ્ર્વાસ લેવામાં તકલીફ શરુ થઇ ગઇ હતી. અને મૃચ્છા અવશ્યામાં શરીર પડયું હતું. એકધારી ઓટોમેટીક મોટર હંકારવાની સ્થિતિમાં પગ જકડાઇ જવા પામ્યા હતા. સૌરભ શર્માના તબીબી પરિક્ષણ મા, બ્લડ પ્રેસર અને હ્રદયના ધબકારા ધીરા પડી ગયા હતા. સ્થાનીક દવાખાનામાં આ વાતની જાણ થઇ ન હતી. શર્માને શાલીમાર બાગ હોસ્પિટલમાં તાત્કાલીક ખસેડવામાં આવ્યા હતા. શાલીમાર હોસ્પિટલના ડોકટરોએ ૪૩ મીનીટની સારવાર દરમિયાન સૌરભ શર્માને બચાવી લેવાના સફળતા મળી પરંતુ તેમાં કોઇની કારી ફાવી ન હતી. હ્રદયનો જમણો ભાગ વધુ ક્ષતિગ્રસ્ત બન્યો હતો. મેકસ હોસ્૫િટલના કાર્ડયાક સર્જન અને હ્રદય વિભાગના મહા નિર્દેશક નવીન ભમરીએ જણાવ્યા હતું કે સૌરભ શર્માને કયારેય હ્રદય સંબંધી તકલીફ ન હોવાથી અમે અચાનક તેના મૃત્ય થવાનું કારણ શોધતા જાણવામાં આવેલી વિગતમાં તેનો ડાબો પગ ખોટો થઇ જવાને કારણે આ સમસ્યા સર્જાઇ હતી. સૌરભ શર્માએ સતત કલાકો સુધી એક ધારુ પગનું હલન ચલન કર્યા વગર ડ્રાઇવીંગ કર્યુ રાખતા પગ જકડાઇ ગયો હતો. હ્રદય અને મગજ સુધી રકત પહોચાડનારી નસો બ્લોક થઇ જતા આ સમસ્યા સર્જાઇ હતી.
તેમણે જણાવ્યું હતું કે નસનું બ્લોકેજ અને બ્લડ કોર્ટ દુર કરવા દવાનો હાઇડોઝ આપવામાં આવ્યો હતો. કયારેક આ હાઇડોઝ બ્લડ પ્રેસર વધારવાનું કારણ બને છે. ૨૪ કલાક બાદ શર્માનું બ્લડ પ્રેસર સામાન્ય બન્યું હતું. ડોકટર ભામરીના મત અનુસાર લાંબા સમય સુધી લોપ્રેસરને કારણે સૌરભ શર્માની કિડનીઓ કામ કરવાનું બંધ કરી દીધું હતું. શર્માના આ કિસ્સાથી લાંબા સમય સુધી એકધારો ડ્રાઇવીંગ કરવા વાળા લોકો માટે સાવચેત કરનારા આ કિસ્સામાં ઓટોમેટીક વાહનો હકાવતી વેળાએ એક બે કલાકેને અંતરે ગાડી રોકીને શરીર અને હાથ પગને આરામ આપવો જોઇએ. તેમ શાલીમાર બાગ હોસ્પિટલના ડો. યાગેશ છાબરાએ જણાવ્યું હતું.
મેકસ હોસ્૫િટલના વરિષ્ઠ કાર્ડીયોલોજીસ્ટ ડો. દેવેન્દ્રકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે ધ્રુમ પાનનો બંધાણી લોકોને આવી પરિસ્થિતિમાં અને ખાસ કરીને ઓપરેશન વખતે કંઇપણ થવાનું સૌથી વધુ જોખમ રહેતું હોય છે. લાંબી સફળ દરમિયાન ઓટોમેટિક મોટરોમાં સામાન્ય મોટોરની જેમ કલચ, એકસીલેટરના ઓપરેટીંગ માટે કે ગેર બદલવા માટે પગના હલન ચલનની જરુરત રહેતી ન હોવાથી ઓટો મેટીક વાહન ચલાવનારાઓના પગ કલાક સુધી એક જ સ્થિતિમાં રહેતા હોવાથી સૌરભ શર્મા જેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.
પશ્ર્ચિમ દિલ્હીના ઉંમર માસવ જવાન અને ૩૦ વરસના સૌરભ શર્માને ઋષિકેશ થી મિત્રો સાથે દિલ્હીની આ સફળ જીવલેણ સાબિત થઇ હતી. આ મુસાફરી દરમિયાન સૌરભનો ડાબો પગ કલાકો સુધી પડયો રહ્યો હતો. તેના કારણે પગની નર્સમાં લોહી જામી ગયું હતું. લોહીનો આ ગઠ્ઠો હ્રદય, ફેફસા અને મગજ સુધી લોહી પહોંચાડવામાં બાધક પુરવાર થયો હતું. શર્માને ૪૫ મીનીટની સારવાર ભયમુકત જાહેર કરવામાં આવ્યો હતો. ડાબા પગની નસ બંધ થઇ જવાથી આ સમસ્યા ઉભી થઇ હતી.લોંગ ડાઇવીંગ કરનારા લોકોએ હલન ચલન કર્યા વગર એકધારુ ડ્રાઇવીંગ ન કરવું અને એક બે કલાક બાદ પગને પોરો આપવો અને મુસાફરી દરમિયાન ખુબ પાણી પીએ ખુબ ચાલવું ખુલસા કપડા પહેરવા દારુ ન પીવું, અને વધુ વજન ધરાવતા લોકો વધુ સાવચેત રહેવા જણાવાયું છે.