Abtak Media Google News

આપણા દેશની સંસ્કૃતિમાં કહેવાયું છે કે, માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ: માતા દેવતુલ્ય છે, પિતા દેવતુલ્ય છે. અતિથિદેવો ભવ, સદ્દગુરુ દેવો ભવ: આપણી માતૃભૂમિનો દરજજો તો એથીયે ઉંચો છે.

આ બધા આપણી અશકિતઓને શકિત આપતા રહ્યા છે. આપણી નિર્બળતાને પ્રબળ બનાવતા રહ્યા છે.

આપણને મન-વચન-કર્મની એકતા પ્રદાન કરતા રહ્યા છે.

આપણા જીવનના અસંખ્ય વિરોધ અને વિરોધાભાસોને સંવાદિતા અને પરિવર્તન બક્ષતા રહ્યા છે.

એને લીધે જ પવિત્ર શાંતિ અને શાંત પવિત્રતાનો પ્રાદુર્ભાવ સંભવે છે. આ બધા દેવ-દેવીઓનાં પ્રતાપે જ જીવનયાત્રાનું સાતત્ય સાંપડે છે. અને તન-મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. અને ચહેરો તેજસ્વી તેમજ ખૂબસુરત બને છે.‘સત્યમ્, શિવમ્, સુન્દરમ્’નું ત્રિવિધ સૂખ અને શાશ્ર્વત શાંતિ પામવાનું ચિરંજીવ રસાયણ પામવા માટેના પ્રથમ દિવ્યોત્તમ બીજનું આરોપણ માબાપ દ્વારાજ થાય છે.

આવા ‘માબાપ’ને ભૂલી જવા કે વિસરવા, એ તો ભારતીય સંસ્કૃતિનો અક્ષમ્ય દ્રોહ કરવા બરાબર છે.

કોઈ મા તેનો દીકરો દૂરાચારી બને, આતંકવાદી બને, દેશદ્રોહી બને,એમ નથી જ ઈચ્છતી હોતી…

કોઈ મા-બાપ તેના સંતાનો તેમની આબરુને ધૂળધાણી કરે એમ ન જ ઈચ્છે અને ભગવાનના પૂજાપાઠ કરતી વખતે તેમના દીકરા-દીકરી ભગવાનને નહિ ગમતા કૃત્યો આચરે અને સત્તાધીશા બનવા હલકટ બને કે હેવાનિયત આચરે એવી પ્રાર્થના નથી કરતા… ગરીબ હોય કે નીચલા મધ્યમ વર્ગનાં હોય તો પણ તેઓ કઠોર શ્રમ કરીને અને મહેનત મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવવાનું પસંદ કરે છે.

સંસ્કારી અને ધર્મપરાયણ માબાપો તો હરામખોરી અને હેવાનિયત આચરવાના વિરોધી હોય છે.

આમ છતાં આપણો દેશ અને આપણો સમાજ આજના જેવો ઉતરતી કક્ષાનો કેમ છે એવો સવાલ જાગે છે! આપણી સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારના જો બૂરી રીતે છેદ ન ઉડયા હોત અને જો એનું યથાર્થ રક્ષણ કરવામાં આવ્યું હોય તો આપણા દેશની હાલત આજના જેવી કઢંગી અને મરવા વાંકે જીવતી હોય એટલી હદે કમજોર ન હોત ! આપણા દેશના અભ્યાસીઓ, એવું માને છે કે, આપણી વર્તમાન પેઢીની સંકુચિત, છીછરી અને બેહુદી માનસિકતા જ આપણા દેશના પાપાચાર અને દૂરાચાર માટે તેમજ મતિભ્રષ્ટતા માટે જવાબદાર કારણભૂત છે.

આપણા દેશની કેળવણી, શિક્ષણ, મોબાઈલ-ટીવી અને વાંચન આપણી વર્તમાન પેઢીને દૂરાચારી બનાવે છે એવો અભ્યાસીઓનો મત આપણું રાજકીય ક્ષેત્ર આપણા દેશની તમામ કમજોરીઓ માટે દોષિત હોવાનો કોઈ ઈન્કાર કરી શકે તેમ છે.

રાજકારણને કમાવાનો ધંધો બનાવી દેવાયો છે. રાજકીય કાવાદાવાઓમાં, પ્રપંચોમાં, હરામખોરીમાં, કપટબાજીમાં દંભ અને પાખંડમાં, તથા છેતરપીંડીમાં પાવરધા હોવું, એને રાજકીય ક્ષેત્રે ‘ડિગ્રી’ ગણવામાં આવે છે. ચૂંટણીમાં પવિત્રતા અને પ્રમાણિકતા રહ્યા નથી. રાજગાદીલક્ષી રાજકારણ, ગોરખધંધા અને કાળાધોળાનું રાજકારણ, વિશ્ર્વાસઘાતનું અને હળાહળ જૂઠાણા તેમજ દગાખોરીનું રાજકારણ આપણા દેશની આબરુના કાંકરા માટે અને પાયમાલી-બરબાદી માટે કારણભૂત છે.

ફરીને ફરીને કહેવું પડે છે કે, આપણે ત્યાં રાજકારણનું બેસુમાર અપરાધીકરણ થયું છે. અને ગુંડાગીરી-દાદાગીરી, મવાલીયત તથા રીતસરની નગ્નતા આપણા રાજકીય ક્ષેત્રે પ્રવર્તે છે, અને રાજસત્તા તેમજ ધર્મસત્તા સારી પેઠે નિષ્ફળ ગયા છે.

આ બધી હલકટાઈ અને અનૈતિકતા અહીં એટલી હદે ઘર કરી ગઈ છે કે એને વહેલીતકે પૂન: ઠીકઠાક કરવા માટેનું ઔષધ હજુ શોધાયું હોવાનું લાગતું નથી.

માબાપોનું કાંઈ ચાલતું નથી…

7537D2F3 2

માબાપો ભૂલાતા રહ્યા છે. વૃધ્ધાશ્રમોમાં એમને ભારતીય સંસ્કૃતિનો મહત્વનો મંત્ર ‘મા-બાપને ભૂલશો નહિ’ એજ છે.

મા બાપ સંતાનોને સંસ્કારી બનાવવાની ફરજ બજાવતા થઈ જાય અને ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ના મંત્રને લોપવા ન દેવાય તે આજના ભારતનો તકાજો છે.

સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં, સરસ્વતીનાં મંદિરોમાં વિદ્યાલયોમાં, મંદિરોમાં વહેલી તકે માબાપો તેમનો રાષ્ટ્રધર્મ અને સામાજિક ધર્મ બજાવતા થાય તથા માબાપને નહિ ભૂલવાનો મંત્ર પૂન: બળવત્તર બને એ સિવાય અન્ય કોઈ નથી રાજકીય ક્ષેત્રે એ ઉપકારક બની શકે છે.

મા-બાપ પ્રત્યેના આદરમાં આપણા દેશની તમામ કમજોરીઓ દૂર થવાની ખાતરી મળે છે, કારણ કે એમાં‘ભગવાનત્વ’ મોજૂદ છે અને રાજપુરુષો, રાજકર્તાઓને જાગૃત કરી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.