શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન અનેક મારામારીની ઘટના બનવા પામી છે.ત્યારે યુનિવર્સિટીમાં રહેતો દેવવ્રત જયેશભાઈ સિંધવ નામનો યુવાન કે જે એફ.એસ.એલ કચેરી ખાતે મેગીની લારી ધરાવી ધંધો કરે છે. તે ગઈકાલે રાત્રિના પોતાની લારીએ હતો ત્યારે ત્યાં એક જી.જે 36 એ.સી 0073 નંબરની એન્ડ એવર કાર આવી હતી જેમાં બે શખ્સો બેઠા હતા.તેઓએ ફરિયાદીને પાણી ભરી આપવા માટે કહ્યું હતું. પરંતુ ફરિયાદીએ પાણી નહીં ભરી આપતા બંને શખ્સોય ગાડીમાંથી બહાર ઉતરી તેની લારી પાસે આવી અમને કેમ પાણી ભરીને આપતો નથી તને તો હવે જાનથી મારી નાખવો પડશે. તેમ કહી યુવકને ધમકી આપતા બંને શખ્સો વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
Trending
- સુરતમાં માધવપુરના મેળાની સાંસ્કૃતિક કૃતિઓ કરાશે રજૂ!!!
- સુરતના ઉતરાણ વિસ્તારમાં હિટ એન્ડ રન!!!
- સુત્રાપાડા: ક્ષય ચકાસણી માટેના ટૂનાટ મશીનનું લોકાર્પણ…
- આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા મેળાનું સમાપન
- પ્રાચી તીર્થ ખાતે રિવર લાઇનિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું
- ન્યુટેલા લવર્સ માટે ખાસ રેસીપી!!!
- કોડિનાર- પેટ્રોલપંપના હેતુ માટે ફાળવવામાં આવેલ જમીન સરકાર હસ્તક લેવાઈ
- Nothingએ CMFના નવા ફોનની કરી જાહેરાત…