“અંકલ, અમને ક્યાં કોરોના થાય છે” હોળી-ધૂળેટી રમવા પર તંત્રના મનાઇ ફરમાવતા જાહેરનામાને લઇ ભૂલકાઓનો વેધક પ્રશ્ર્ન
‘અબતક’ દ્વારા બાળકો માટે ખાસ ઉજવાયેલા રંગોત્સવમાં બાળકોએ ઇચ્છાઓ વર્ણવી
હોળી-ધુળેટીના તહેવારો ઉપર કોરોના મહામારીએ ભરડો લીધો છે. ધુળેટી રમવા ઉપર રોક લગાવી દેવાઈ છે. આવી સ્થિતિમાં હોળી રમવામાં જે ઉત્સાહ છે તે ઠરી ગયો છે. ખાસ કરીને બાળકો તંત્રના આ નિર્ણયનો ભોગ બન્યા છે. બાળકોમાં ધુળેટી રમવાને લઈ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ધુળેટી રમવાથી કોરોના વકરશે તેવી દહેશતના પગલે રોક લગાવી દેવાઈ છે.
દરમિયાન બાળકોનો હોળી પ્રત્યે ઉત્સાહ જળવાય રહે તે માટે અબતક દ્વારા બાળકો માટે ધુળેટી સ્પેશિયલનું આયોજન કરાયું હતું જેમાં ભગવાન સ્વરૂપ બાળકોએ તંત્રને સંદેશ આપતા કહ્યું હતું કે, હમારી ઉમ્મીદ ના તોડના, પ્લીઝ… બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. ભૂલકાઓને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા નહીંવત છે. બાળકોનો આ તહેવાર પર એક જ મત છે, ‘અમારી ઉમ્મીદ ના તોડના, પ્લીઝ’ આવુ કહી બાળકો સરકારને વિનંતી કરે છે કે આ આખુ વર્ષ જયારે બાળકો ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરી ઘરમાં જ રહે છે ત્યારે આ એક જ તહેવાર છે ધુળેટી જેમાં બાળક પુરા ઉત્સાહથી નવી-નવી પીચકારીઓ લઈ, રંગો ભેગા કરી ધુળેટીનો અનેરો આનંદ લે છે.
કોરોના મહામારીને લઈને આજે સંપૂર્ણ દેશ ચિંતિત છે ત્યારે જો લોકશાહીનો પર્વ ચૂંટણીમાં આટલી ધુમધામથી ઉજવણી થઈ શકતી હોય તો આ પવિત્ર હોળી અને ધુળેટીના તહેવારની શું કામ નહીં ? કોરોના સંક્રમણ જો ધુળેટીમાં થઈ શકે તો ચૂંટણીમાં કેમ નહીં. બાળકોના માયુસ ચહેરા બધુ જ સિદ્ધ કરી દઈ છે. એમની હોળી રમવાની ચાહને મારી નાખવું શું સહી છે ? ગયા વર્ષ જે બાળકો આખો દિવસ ધુળેટી રમતા હોય છે તેઓ આ વખત આખી એક મિનિટ પણ નહીં રમી શકે આ સાંભળી બાળકોને ઘણુ દુ:ખ થયું છે.