હળદરના ગાંઠીયે ગાંધી બનવા નીકળી પડતા ઉંટવૈધા ઘાતક સાબીત થાય છે. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં કોરોનાની બીજી લહેરમાં અત્યારે સોશિયલ મીડિયા પર જોઈને દવાઓ લેવાની પ્રથા ઘાતક સાબીત થઈ રહી છે. બીજી લહેરમાં ડોકટરો દ્વારા વિટામીન, એન્ટીબાયોટીક અને સ્ટીરોઈડ બેઝડ દવાઓ લખે છે જે એકબીજા લોકો મેસેજના માધ્યમથી સોશિયલ મીડિયા પર ફરતી કરી દે છે. સોશિયલ મીડિયા પર પ્રિસ્ક્રીપ્શન ફેરવીને ડોકટરની સલાહ વગર લેવામાં આવતી દવાઓ લાંબાગાળે મોટી સમસ્યા ઉભી કરનારી બની શકે તેમ છે. માત્ર તબીબની સલાહથી જ દવા લેવી જોઈએ. સોશિયલ મીડિયા પર ફરતા પ્રિસ્ક્રીપ્શનના આધારે લેવાતી દવાઓ મહામારી બાદ મોટી સાઈડ ઈફેકટની સમસ્યા ઉભી કરી દે છે.
મહિનાઓ સુધી વિટામીન ડીની દવાઓ લેનાર ઘણા લોકોને પાંચનતંત્રની તકલીફ, ડાયેરીયા જેવી સમસ્યાઓ આવી રહી છે. વીટામીન-ડીની આડઅસરો લોકોને હેરાન કરી રહી છે. સોશિયલ મીડિયા પર એન્ટીબાયોટીક ડોકસીસાઈક્લીન, ફેબીફલુ, એન્ટી વાયરલ, આઈવે મેકશન, ડેગ્ઝા મેથેસોન, એઝીથોમાસીન, મેથીપ્રેસોલોન, પ્રેડીનિસોલોન, સ્ટીરોઈડ અને ડિફલાઝોકોડ જેવી દવાઓ ઝાડા-ઉલ્ટી, અલસર, માથાનો દુ:ખાવો, થાક, શક્તિ ઓછી થવી, પેટનો દુ:ખાવો, ઉલ્ટી-ઓબકા, લોહી ગંઠાઈ જવું અને ડિપ્રેશન જેવી સાઈડ ઈફેકટ આપે છે. સોશિયલ મીડિયા પર ફરતી પ્રિસ્ક્રીપ્શન ન લેવી જોઈએ.