રિકવરી રેટમાં દિલ્હી સૌથી આગળ ૮૪.૮૩ ટકા, જયારે લદાખમાં ૮૪.૩૧ ટકા
કોરોના વાયરસ ઝપટે વિશ્ર્વના ઘણા દેશોમાં આવ્યા છે. લોકો કોરોનાથી ડરે છે. ત્યારે ભારતની સ્થિતિ પણ કંઈક એવી જ છે. કોરોનાના રોજે કેસોમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ ભારતમાં કોરોનાના કેસોમાં વધારાની સાથે સાથે રીકવરીમાં પણ વધારો થયવાનું જાણવા મળ્યું છે. ભારતમાં કોરોનાના વધતા કેસો સામે રીકવરી રેટ ૬૩ ટકાએ પહોચી ગયો છે. જે ભારત માટે એક સારા સમાચાર કહી શકાય કોરોનાથી ડરવાની જરૂ ર નથી ફકત કોરોના માટે કાળજી રાખવાની જરૂ ર છે. કોરોનાના કેસોમાં રિકવરી રેટ વધતા તે એક સારા સમાચાર કહી શકાય.
ભારતમાં બુધવારે કોવિડ ૧૯ના દર્દીઓની એક જ દિવસમાં સૌથી વધુ રિકવરી નોંધાઈ હતી. બુધવારે અકે જ દિવસમાં દેશમાં કોવિડ ૧૯ના ૨૮૪૭૧ દર્દીઓ સાજા થયા હતા જોકે, છેલ્લા ચોવિસ કલાકમાં દેશવ્યાપી ધોરણે ૩૭૭૨૪ નવા દર્દીઓનો ઉમેરો થતા બુધવારના દિવસે જ દેશમાં સતાવાર રીતે કોરોનાના દર્દીઓનો આંકડો ૧૨ લાખને નજીક પહોચ્યો હતો.
આરોગ્ય મંત્રાલયના જાહેર થયેલા આંકડા મુજબ કુલ દર્દીઓની સંખ્યા ૧૧૯૨૯૧૫માં ૪૧૧૧૩૩ એકટીવકેસોની સ્થિતિમાં અત્યાર સુધી સંક્રમિત દર્દીઓનું સંપૂર્ણ સાજા થવાનો આંકડા ૭૫૩૦૪૯ પર પંહોચ્યો છે. કોવિડ ૧૯ના સંક્રમણમાંથી સંપૂર્ણ પણે દર્દીઓને સાજા થવાની ટકાવારી ૯૩.૧૩%એ ઉભી છે. જયારે ૧ દિવસમાં ૬૪૮ દર્દીઓનાં મૃત્યુના ઉમેરા સાથે અત્યાર સુધી દેશમાં કોરોનાના કારણે થયેલ મૃત્યુની સંખ્યા ૨૮૭૩૨એ પહોચી છે. જયારે રાષ્ટ્રવ્યાપી ધોરણે રીકવરી દરમાં ખૂબજ સુધારો નોંધાયો છે. ૧૯ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં રાષ્ટ્રીય ધોરણે સરેરાશ રીકવરી દરથી ઘણો ઉંચો દર નોંધાયો છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં સંક્રમીત દર્દીઓની સંખ્યા ૧૧૯૨૯૧૫ માંથી ૪૧૧૧૩૩ એકટીવકેસો ની કુલ સંખ્યામાંથી અત્યાર સુધીમાં ૭૫૩૦૪૯ દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થતા દેશના રિકવરી દર ૯૩.૧૩ % નોંધાયો છે.