કોરોના પોઝિટિવના શરૂઆતના દિવસોમાં સીટી સ્કેનથી દૂર રહેવાની હિમાયત કરતા ડો.ભુમી દવે થોડી-થોડી વારે
કઢા પાછળ વેદિયાવેળા કરતા ‘ઈટ સેન્સેબલી’ તીખુ, તળેલુ ખાવ ફક્ત ઉલ્ટી, અને અપચો ન થાય તેનું ધ્યાન રાખજો
રમડેસીવીર અને ટોકસીલીઝુમેબ જેવા ઈંજેકશનોની કોઈ ગેરંટી નથી
કોરોના મહામારીના વાયરાનું પુછડુ લંબાતુ જ જાય છે. હજુ આ ભુતાવળ માનવજાતનો ક્યારે પીછો છોડે તેનું કંઈ નક્કી નથી ત્યારે કોરોનાની આ બિમારીમાંથી ભયભીત થયા વગર શાન-ભાન સાચવીને માત્ર સાવચેતી દ્વારા જ આ મહામારીને હરાવી શકાય છે તેવો આત્મવિશ્ર્વાસ રાજકોટના વોકહાર્ટ હોસ્પિટલના ક્ધસલટન્ટ ફિઝીશ્યન ઈન્ટેસીવીસ્ટ ડો.ભુમી દવેએ કોરોનાથી ડરીને સામાજીક રીતે ભયભીત થયા વગર કોરોનાને કેવી રીતે મહાત આપી શકાય તે અંગેની વિસ્તૃત ગાઈડ લાઈન જારી કરી છે. પોઝિટિવ દર્દીઓને મદદ કરવા માટે પોઝિટિવવાળાઓએ ડરવાની જરૂર નથી. આ મહામારીમાં દવા, ઈલાજ સારવારની સાથે સાથે સમજદારી અને સમય સુચકતા અસરકારક રીતે ઉપયોગી થાય છે.
‘ચેકઅપ’ માટે દોડી ‘મુર્ખ’ સાબીત ન થાવ
ડો.ભુમી દવેએ ખાસ કરીને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા ન હોય તેવા લોકો માટે ધ્યાન આપવા જેવી બાબતોની 22 મુદાની એક સેલ્ફ ગાઈડન્સ જેવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં કોરોનાથી ડરી જઈને બિનજરૂરી ચેકિંગ, આપવૈદ્યાની જેમ દવાઓના અખતરાથી દૂર રહેવું. અત્યારે કોરોનાના વ્યાપક સંક્રમણને લઈને વ્યક્તિ અને દરેક પરિવારો સવિશેષ ચિંતામાં ગરકાવ છે અને ક્યાંય કાચુ ન રહી જાય તે માટે સતત જાગૃત રહે છે તેવા સંજોગોમાં ડો.ભુમી દવેએ બિનજરૂરી ગભરામણ અને ઉત્પાતથી દૂર રહેવા અપીલ કરી છે.
નાક નીચે માસ્ક રાખવાવાળાએ નર્સીંગ સ્ટાફની ફરિયાદ કરવાનો અધિકાર જ નથી
ડો. ભુમી દવેએ હિમાયત કરી છે કે, જો એકવાર કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવી ગયો હોય તો વારંવાર ટેસ્ટ ન કરાવવા, કોરોના આવી જ ગયો છે ત્યારે સામાજીક અંતર અને તબીબોની સુચના, માર્ગદર્શન મુજબ સારવાર લેવાનું શરૂ કરી દેવું જોઈએ, પ્રારંભીક દિવસો દરમિયાન છાતીનું સીટી સ્કેન ન કરવું તે રિપોર્ટ સામાન્ય જ આવશે, તબીબોનો માર્ગદર્શન અનુસાર જ તેનો નિર્ણય લેવો, નેગેટીવ આવી ગયા બાદ ફરીથી વારંવાર સીટી સ્કેન કરાવવાની જરૂર નથી, સારવાર છતાં પણ સીટી સ્કેનનું ચિત્ર ખરાબ આવી શકે, નેગેટીવ આવી ગયા બાદ કોઈ તકલીફો અને નિર્દેશો ન મળે તો ટેસ્ટીંગની જરૂર નથી, બધા જ પોઝિટિવ લક્ષણો એક મહિના સુધી યથાવત રહે છે અને ત્યારબાદ નેગેટીવ બને છે, ધાત્રી નાના બાળકોને દૂધ પીવડાવતી માતાઓ હળવા સંક્રમણના વાહક બની શકે છે તેથી દૂધ પીવડાવતી વખતે માસ્ક, હાથોનું સેનેટાઈઝીંગ અને તકેદારી રાખવાથી આવનારૂ જોખમ નિવારી શકાય છે, થોડી-થોડીવારે ચેકઅપ કરાવવા દોડીને મુર્ખ સાબીત થવાની જરૂર નથી અને જે લોકો નાક નીચે માસ્ક રાખતા હોય તેવા લોકોને નર્સીંગ સ્ટાફની ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી, તબીબોની ભલામણ વગર રેમેડીસીવીર કે ટોકસીલીઝુમેબ જેવા ઈંજેકશનોની સારવાર કોઈ ગેરંટી નથી. હા એસપીઓ-2 લેવલ 92થી નીચે અને સતત તાવ આવતો હોય તો હોસ્પિટલમાં અચુક દાખલ થઈ જવું, લોકડાઉન આવશે અને જશે પરંતુ ત્રીજા વાયરા માટે સજ્જ રહેવાની તાકીદ કરી છે.
લોકડાઉન આવશે અને જશે ત્રીજા લહેર માટે સાવચેત રહેજો
ડો.ભુમી દવેએ ખાસ ભલામણ કરી છે કે, કઢા પાછળ વેદિયાવેળા કરવા કરતા ઈટ સેન્સેબલી પચે તેવું ખાવ, ભલે સ્પાઈસી, તળેલુ ખાવામાં પણ કાંઈ વાંધો નથી ફક્ત ઉલ્ટી-ઉબકા ન થાય તેની ચીવટ રાખવાની હિમાયત કરવામાં આવી છે.
કોરોના મુક્ત થયા પછી 8 વીક પછી વેક્સિન લેવુ હિતાવહ
નાના બાળકોમાં આવતા સંક્રમણના સામાન્ય લક્ષણો તાવ, ઉધરસ સહિતની સમસ્યાને સામાન્ય સારવાર અને દવાથી દૂર કરી શકાય છે. જો બાળકોમાં સામાન્યથી ગંભીર લક્ષણો દેખાય તો તબીબની સલાહ અને તપાસ કરાવી લેવી, થોડી ઘણી નબળાઈ, સાંધાના દુ:ખાવા, હળવો તાવ અને અસામાન્ય લક્ષણો હોય તો ગભરાઈને દવા ખાને વારંવાર દોડી ન જવું, સંક્રમણ અને આઈસોલેશનના સમયગાળા દરમિયાન નાની, મોટી સમસ્યા સહન કરી લેવી. વારંવાર તપાસ માટેનો આગ્રહ કરીને દવાખાનાઓમાં મુર્ખ સાબીત ન થવું. જો તમે નાકની નીચે માસ્ક પહેરતા હોય તો સાવચેતી છતાં પરિણામ ન મળ્યાનો દોષ તમને દેવાનો કોઈ જ અધિકાર નથી. નાક પર માસ્ક પહેરો તો જ કોરોનાથી રક્ષણ મળે. તબીબી કર્મચારી અને નર્સોને તમારા કરતા વધારે ખબર પડતી હોય છે.
એસપીઓ-2 અને તાવ હોય તો ઓકિસજન લેવલ 92 હોય તો પણ હોસ્પિટલાઈઝ થવું જોઈએ
કોરોનાથી ગભરાઈને રેમેડીસીવીર, ટોકસીલીઝુમેબ, ફેબીફલુ જેવી દવાઓ પાછળ આપમેળે દોડાદોડી ન કરવી છે તો ખાઈ લો તેવા અભિગમથી જરૂરી ન હોય ત્યારે બિનજરૂરી દવા, સારવારથી કોરોના કાબુમાં રહેશે તેવી કોઈ ગેરંટી નથી, કોરોનાના કપરા કાળમાં એકમાત્ર સાણપણ તે વાતમાં જ ગણાય છે કે, તમારે ઓક્સિજનનું લેવન એસપીઓ-2 અને શરીરના તાપમાન પર બરાબર ધ્યાન આપવું. એસપીઓનું લેવલ 92 ટકાથી નીચે જાય તો દવાખાનામાં દાખલ થઈ જવું, જો તમને ઉલ્ટી-ઉબકા કે ગેસની તકલીફ ન હોય અને સાદુ જમવાથી કંટાળો આવતો હોય તો અને મસાલેદાર તડકો દીધેલી બિરીયાની અને પુલાવ પણ જમી શકો છો, ભાઈ નાઈ લો… કોરોનામાં નાહવા પર કોઈ જાતની પાબંદી નથી, કોરોનાની સારવાર લીધા બાદ 6 કે 8 અઠવાડિયા સુધી રસી ન મુકાવી, કોરોનાના દર્દી માટે સરકારી દવાખાનાઓમાં ખાટલા માટે જાતે જ તપાસ કરવી, તમારા મિત્રો પર વ્યવસ્થા ન કરી શકવાના મુદ્દે ગુસ્સે ન થવું, જો તમારા મિત્રોને તમારી તબીયતની ખબર ન હોય તો તેને ટેલીફોન અથવા મેસેજથી જાણ કરી દેવી, તબીબોની સલાહ પર વધુ ધ્યાન આપવું અને કઈ સારવાર, દવાની જરૂરીયાત છે તે મુજબ જ નિદાન સારવાર લેવી, અંતે એ વાત ની ડો. ભૂમિ દવે એ તાકીદ કરી છે કે કોરોના થી ગભરાઈ જવા કરતા યોગ્ય અને સમયસર ની સારવાર જરૂરી છે અને આપણો ચેપ બીજા ને ફેલાય નહી તેની કાળજી જરૂરી છે.