હાલ કોરોનાનો બીજો સ્ટ્રેન ચાલી રહ્યો છે. ત્યારે તેના લક્ષણો બદલતા જોવા મળે છે. જેમાં ઉધરસ આવવી આંખ લાલ થઈ જવી, શ્વાસ લેવામાં તકલીફ થવી પેટમાં દુખાવો થવો નબળાઈ લાગવી, થાક લાગવો, ધબકારા વધી જવા, સ્વાદ તથા ગંધ ન આવવી, વગેરે જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. હાલ રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે વેકસીન લેતા પહેલા શું ખાંવું જોઈએ લીધા બાદ શું ન ખાવું જોઈએ વેકીન લીધા બાદ વધુમાં વધુ પાણી પીવું, ફૂટસ ખાવા જોઈએ આલ્કોહોલ ન લેવું જોઈએ.
પ્રોસેસીંગ ફૂડ કરતા પૂર્ણ અનાજ તરફ: હેલ્ધી ખાનપાનની ટેવ અત્યારની પેનાડેમીક સીચ્યુએશન પ્રમાણે ખૂબ અગત્યનું છે. કે જેમાંથી ફાયબર મળે તેવું પૂર્ણ અનાજ ખાવું જોઈએ. પ્રોસેસ કરેલા ફૂડ કરતા તે જેમાંથી કેલેરીનું પૂરતું પ્રમાણ મળી રહે. ચરબીયુકત તેમજ ખાંડના પ્રમાણ વાળા ખોરાક કરતા ફાયબર મળીરહે તેવો ખોરાક લેવો ઈમ્યુનીટી સીસ્ટમને વધારવા માટે અતી આવશ્યક છે. કે જેથી શરીર રીલેક્ષ બને. વેકસીન દરમિયાન તમે એકયીવ અને પૂરતો આરામ મળી રહે તે આવશ્યક છે.
વેકસીનેશન લેતા પહેલા બેલેન્સ ડાયેટ જરૂરી: જો વેકસીનેશન લેતા પહેલા બેલેન્સ ડાયેટ ન કરવામા આવે તો વેકનીનેશનની આડઅસર થવાની શકયતા છે. પૂર્ણ ખોરાક લેવો હિતાવહ છે.