ડો. એ.જી. પટેલે આપ્યું રૂ પ૧ લાખનું અનુદાન: ૭૦૦૦ લોકો જોડાયા

ઉપલેટાના ભાયાવદર ગામે પાટીદાર સેવા સમાજ દ્વારા દાતાઓનો સન્માન સાથે સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં રાજય પાટીદાર સમાજના ચિંતન બાબુભાઇ ઘોડાસરાનું બહુમાન તેમજ ડો. સગપરીયાનો  સંવાદ કાર્યક્રમ પાટીદાર સેવા સમાજ ભવનમાં પાટીદાર સમાજના ભાઇ-બહેનોની હાજરીમાં યોજાયો હતો.

આ તકે ભાયાવદર ગામે પાટીદાર સમાજ માટે અતિ અગત્યનો કહી શકાય તેવો બસ સ્ટેન્ડના પ્રશ્ન ઉકેલવામાં મદદરુપ બનનારા રાજય પાટીદાર સમાજના દિન ચિંતક અને ગુજરાત રાજય બીન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ના ચેરમેન બાબુભાઇ ઘોડાસરા મુખ્ય અતિથિ, તેમજ અતિથિ વિશેષ તરીકે ડો. શૈલેષભાઇ સગપરીયા સહીત દાતાઓની પ્રેરણા દાયક ઉપસ્થિતિમાં યોજાયો હતો. તેમાં સમાજને પ૧ લાખ રૂપિયાનું માતબર દાન આપનાર સમાજના ભામાષા ડો. એ.જી. પટેલસાહેબ તેમજ બાબુભાઇ ઘોડાસરા, પ્રવિણભાઇ માકડીયાનું વિશિષ્ટ સેવા સન્માન મોમેન્ટો આપી કરાયું હતું. આ તકે પુનિતભાઇ ચોવટીયા કેન્સરના જાણીતા સર્જન ડો. ગૌતમ માકડીયા, ઓથોપેડીક સર્જન રાજકોટના ડો. આકાશ માકડીયા પાલીકા પ્રમુખ રેખાબેન માકડીય જયરામભાઇ ભાલોડીયા, અરવિંદભાઇ શિશાંગીયા, નીતીનભાઇ સિણોજીયા, પંકજભાઇ માંડીયા, ગોપાલભાઇ ફળદુ પરિવાર, મનસુખભાઇ વૈશ્નણી, ગોરધનભાઇ માકડીયા, મનીષભાઇ જાવીયા, સ્વ. વિઠલભાઇ રામાણી પરિવાર, સ્વ. સવિતાબેન લાડાણી પરિવાર સહીત ૭પ જેટલા દાતાઓનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

2 1

આ તકે મુખ્ય અતિથિ તરીકે બોલતા ગુજરાત રાજય  બીન અનામત શૈક્ષણિક અને આર્થિક  વિકાસ નિગમના ચેરમેન બાબુભાઇ ઘોડાસરા એ જણાવેલ કે સમાજનું કોઇપણ સારુ કામ કરવું હોય તો કોઇ ના ડર રાખવાની જરુર નથી વિવાદ વગર સમાજના કામ કરશો તો વર્ષા પછી પણ સમાજ તમને યાદ કરશે જયારે અતિથિ વિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયાએ જણાવેલ છે ૪૦ વર્ષ બાદ ભાયાવદર પાટીદાર સમાજ દ્વારા દાતાઓનો ઋણ સ્વીકાર અને સંવાદના કાર્યક્રમ યોજાયેલ તે ગામ માટે ગૌરવની વાત છે સમાજ સંગઠન હશે તો ગમે તેવું મુશ્કેલ કામ હશે તો તેનો ઉકેલ લાવી શકાશે. તેમનું કાર્યક્રમ યોજવા બદલ આયોજકોને બિરદાવેલ હતા. જયારે વકતા વિશેષ ડો. શૈલેષભાઇ સગપરીયાએ જણાવેલ કે હાલના સમયમાં પાટીદાર સમાજમાં બે દુષણો છે તેમાં એક વ્યસન અને બીજુ તાત્કાલીક લગ્ન ભંગ આ બન્ને દુષ્ણો સામે જો પાટીદાર સમાજ નહિ જાગે તો આવનારા દિવસોમાં પાટીદાર સમાજ મોટી નુકશાની ભોગવવી પડશે માટે બહેનો યુવાનો અને વડીલો આ બન્ને દુષણોમાંથી વહેલાસર બહાર આવી સમાજ સેવામાં લાગી જવા અપીલ કરેલ હતી.

1 1

આજ ના કાર્યક્રમને સફળ બનાવવા પાટીદાર સેવા સમાજના મંત્રી એ.જી. પટેલની આગેવાની નીચે સમાજના યુવાનો મનીષભાઇ જાવીયા, કારોબારી સમીતીના ચેરમેન નયનભાઇ જીવાણી, ઉમિયા પરિવાર સમીતીના સુરેશભાઇ માકડીયા, ગોરધનભાઇ માકડીયા, મહીલા સમીતીના શિતલબેન બરોચીયા, ઉમા યુવા શૈક્ષણિક વિકાસ કેન્દ્રના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમ સફળ સંચાલન સમાજના તરવૈયા યુવાન નિલેશભાઇ વેગડાએ પોતાની આગવી વાણીમાં કરેલ હતું. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.