પંચાયતનગર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર અને પ્રકાશ સોસાયટીના રહેવાસીઓ દ્વારા ફંડ અપાયું

કોરોના વાઇરસવ વૈશ્વિક મહામારીના અનુસંધાને ગુજરાત રાજય સરકારશ્રીને ફૂલ નહી તો ફૂલની પાંખડીરૂપે સહાયરૂપ થવા વોર્ડ નં.૧૦માં આવેલ પ્રકાશ સોસાયટી જેના પ્રમુખ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે.

999999 1

આ સોસાયટીના રહેવાસીઓની સહમતીથી સોસાયટીના ફંડમાંથી આજરોજ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ માટે રૂ.૧ લાખનો ચેક સોસાયટીના હોદેદાર યોગેશભાઈ સોમમાણેક અને દયાલભાઈ બાલચંદાણી દ્વારા કલેકટરને અપાયો હતો.ઉપરાંત વોર્ડ નં.૧૦માં આવેલ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના રહેવાસીઓ દ્વારા એકત્રિત થયેલ ફંડ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ માટે રૂ.૧.૫૧ લાખનો ચેક આજરોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્રનાં પ્રમુખ ભાનુભાઈ મહેતાએ તેમજ વોર્ડ નં.૧૦માં આવેલ પંચાયત નગરના ફંડમાંથી મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂા.૧ લાખ ૧ હજારનો ચેક પંચાયત નગરનાં પ્રમુખ બિપીનભાઈ ધાનાણી, પ્રદિપભાઈ ડોડીયા, દિલીપભાઈ પારેખ અને જગદિશભાઈ ત્રિવેદી દ્વારા જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.