સ્વાસ્થ્ય સાથે સુંદરતાના સમાધાનનો અદભુત સમન્વય ધરાવતા આયુર્વેદે ભારતની ગરિમા વધારી છે
વેદ અને ઉપનિષદ એ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે. તેમાં જ્ઞાનવર્ધક વાતો, વિવિધ વિષયોની માહીતી ઉપરાંત જીવન જીવવાની કળા વગેરેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિની ગરીમા વધારનાર આયુર્વેદ, માનવ શરીરમાં ઉદભવતા લગભગ દરેક રોગોનું નિરાકરણ આયુર્વેદમાં છે. વિશ્ર્વમાં આજે જયારે કોરોના સંક્રમણે ભરડો લીધો છે. ત્યારે તેને મ્હાત આપવા માટે આયુર્વેદિક ઔષધિઓ જ અડીખમ છે. આયુર્વેદમાં માત્ર વિવિધ રોગોનું નિરાકરણ જ નથી. પરંતુ સૌદર્યને ઉજાગર કરવાની વિવિધ માહીતીને ઉલ્લેખ પણ દર્શાવાયો છે. જેનો ઉપયોગ કારગર સિઘ્ધ થયો છે. અને માનુનીઓ તેની મદદથી પોતાનું સૌદર્ય વધારે છે. સ્વાસ્થ્ય અને સૌદર્યના અનેરા સમન્વય સાથે લાભ અપાવતું આયુર્વેદ ભારતની શોભામાં ચાર ચાંદ લગાવે છે આજે વિદેશોમાં પણ આયુર્વેદનો જ દબદબો છે. ચાલો જાણીએ આયુર્વેદમાં વર્ણિત વિવિધ સ્વાસ્થ્યવર્ધક વનસ્પતિઓ વિશે જેના સેવનથી નિરામય આરોગ્ય જાળવવાનો સુખમય લાભ મળે છે.
સરગવો
સરગાવાના પાનનો ઉકાળો પીવાથી હેડકી અને શ્ર્વાસ મટે છે. હેડકી અને શ્ર્વાસવાળાએ સરગવાના પાનની ભાજી ખાવી હિતાવહ છે, તુરંતના ઘામાં સરગવાના પાન અને તલને સારી રીતે વાટી, સહેજ ઘી નાખી થેપડી કરી ઘા ઉપર બાંધી દેવી, તેની શીંગનું શામ તાવ ઉતર્યા પછીના ખોરાકમાં આપવામાં આવે છે., સરગવાના સેવનથી મંદાગ્નિ, અરૂચિ, ઉદર રોગ, વાયુ અને કૃમિના રોગો મટે છે. તે અનેક પોષક તત્વોથી ભરપુર છે તેથી તેનું સેવન પાંડુરોગીઓ માટે પણ હિતકારી છે.
લીલી ચા (લેમનગ્રાસ)
લીલી ચાના પાન ચામાં નાખીને પીવાથી શરદીમાં ફાયદો થાય છે, શરદીમાં તેના પાનની વરાળ પણ લેવામાં આવે છે. કોલેરામાં ઊલટીઓ થતી હોય ત્યારે લીલી ચાના પાન નાખેલી ચા અથવા લીલી ચાનો રસ આપવાથી ઘણો ફાયદો થાય છે. તે ઊલટીઓ બંધ કરી શરીરમાં સ્કૂર્તિ લાવે છે. લીલી ચાના પાન ચાવવાથી મોઢાની દુર્ગધ દૂર થાય છે.
ભૃંગરાજ ભાંગરો
કફવાળી ખાંસીમાં ભાંગરા નો રસ (પ મીલી.) મધ નાખીને પીવો, ભાંગરાનું અને હરડેનું ચૂર્ણ સરખા વજનમાં જૂના ગોળ સાથે ખાવાથી અમલપિત્ત મટે છે., માથાના દુખાવામાં ભાંગરાનો રસ માથામાં લગાડવામાં આવે છે., વાળને સારા બનાવવા માટે ભાંગરાનો સ્વરસ માથાના વાળમાં ભરવામાં આવે છે.
અશ્ર્વગંધા
અશ્ર્વગંધાના મૂળનું 1 થી 3 ગ્રામ ચૂર્ણ 1 ગ્રામ મધ અને દૂધ સાથે લેવાથી શરીરની દુર્બળતામાં લાભ થાય છે., અશ્ર્વગંધાના મૂળનું ર થી 4 પ્રામ ચૂર્ણ રપ0 ગ્રામ દૂધ સાથે દિવસમાં બે વાર લેવાથી ચકકર આવતા હોય તો તે બંધ થાય છે, ગરમ દૂધ સાથે અશ્ર્વગંધા ચૂર્ણ લેવાથી હ્રદયરોગમાં ફાયદો થાય છે., અશ્ર્વગંધાનું ચૂર્ણ સાકર અને ઘી સાથે ચાટી જવાથી સારી ઊંઘ આવે છે., અશ્ર્વગંધાનું ચૂર્ણ ઘી અથવા માખણ સાથે લેવાથી વજન વધે છે અને અશકિત દૂર થાય છે.
જાસુદ
જાસુદના ફૂલની પેસ્ટ ખોડો દુર કરવા માટે વાળમાં લગાડવામાં આવે છે., જાસુદના ફૂલની 10-1ર કળીઓ દૂધમાં વાટીને સ્ત્રી પીએ તો પ્રદય રોગ મટે છે., જાસુદના ફૂલના રસથી બનાવેલું તેલ શિરોરોગમાં વપરાય છે., હેર ઓઇલ બનાવવામાં જાસુદના ફૂલનો રસ વાપરવામાં આવે છે.
નગોડ
નગોડના પાનનો ઉકાળો શરીરનો દુખાવો, નસો જકડાઇ જવી, સાંધાનો દુખાવો, તાવ વગેરેના ઉપચાર માટે લેવો, (પુખ્ત વયની વ્યકિત 1-ર ચમચી અને બાળકોએ અડધી ચમચી દિવસમાં બે વાર લેવી), દાદર પર નગોડના પાનની લુગદી લગાડવાથી દાદર મટે છે., નગોડના મૂળનો ઉકાળો પીવાથી સંધિવા મટે છે., નગોડના પાન વાટીને તે પાન સોજાવાળા ભાગ પર લગાવવાથી સોજો ઉતરે છે.
બિલી
પાનનો સ્વરસ દમ અને શ્ર્વાસમાં લેવામાં આવે છે, શરીરમાંથી પરસેવાની ગંધ આવતી હોય તો બિલીના પાનના રસને શરીરે લગાવીને સ્નાન કરવું, પાકા ફળોનું શરબત સ્વાદિષ્ટ અને શીતળ છે, ઉનાળામાં લૂથી રક્ષણ આપે છે., બિલી પાનના પાંદડા પાણી સિવાય એમ ને એમ વાટી, તેની લુગદી બનાવી, ચાંદા પર લગાવવાથી ફાયદો થાય છે.
અજમા પાન
અજમા પાનનો સ્વસ્થ કોલેરાના ઝાડા ઊલટીમાં અતિ ઉપયોગી છે. જયાં સુધી ઝાડા-ઊલટી ન મટે ત્યાઁ સુધી આ પાનનો સ્વરસ 10 મિ.લી. જેટલો દર કલાકે આપવો, અજમા પાન ખાવામાં તીખાં, સ્વાદિષ્ટ અને સારી સુવાસ ધરાવતાં હોવાથી તેના ભજીયાં બનાવીને સેવન કરવામાં આવે તો. તે કફ, વાતજન્ય વિકારો, અર્જીણ, અરૂચિ, કૃમિ રોગ, શ્ર્વાસ અને હેડકીમાં ઉપયોગી છે., માથાનાદુખાવામાં તેનો રસ કે લુગદી કપાળ પર લગાવવાથી ફાયદો જાય છે.
શંખપુષ્પી
બુઘ્ધિ વધારવા માટે શંખાવલીનો સ્વરસ (ર0 મી.લી. સુધી) અને સ્વરસ ન હોય તો ચુર્ણ (ર થી પ ગ્રામ) મધમાં ચાટવું, ઉપરથી દૂધ પીવું, ચર્મ રોગમાં તેને વાટીને બનાવેલો લેપ લગાડવામાં આવે છે તથા કેશવૃઘ્ધિ માટે શંખપુષ્પોથી સિઘ્ધ કરેલું તેલ વપરાય છે., શંખપુષ્પીનો તાજો રસ ગાંડપણ, અશકિત, અર્જીણ વગેરેમાં અપાય છે., બેસી ગયેલા અવાજ માટે તથા કફની બીમારીમાંશંખાવલીનું સેવન ફાયદાકારક છે., શંખપુષ્પી ગુજરાતમાં શંખાવલીના નામે પણ ઓળખાય છે.