Abtak Media Google News

સાંપ્રત સમયમાં સ્ત્રીઓમાં કેન્સર વધુ જોવા મળે છે ત્યારે સર્વાઇકલ કેન્સરના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.  જો તેની માહિતી અને યોગ્ય સમયે સારવાર લેવામાં આવે તો સર્વાઇકલ કેન્સર બચી શકાઈ છે.   ત્યારે  રોટરી ડિસ્ટ્રિક્ટ  ગવર્નર નીરવ દવે અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર પ્રેસિડેન્ટ નિલેશ ભોજાણી તથા આસ્થા હોસ્પિટલના ડોકટર અમી મહેતા અને યોગેશ મહેતાના સહિયારા પ્રયાસથી સારવાર માટે કોલપોસ્કોપી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું .  હવે  સૌરાષ્ટ્રની મહિલાઓ સર્વાઇકલ કેન્સરની સારવાર આસાનીથી  મેળવી શકશે . આજ રોજ આસ્થા હોસ્પિટલ ખાતે મશીનનું કરવામાં આવ્યું હતું.

શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો . અમી મહેતાએ જણાવ્યું હતું કે  છેલ્લા 34 વરસથી હું તબીબી સેવા આપું છું . કોલ્પોસ્કોપ મશીન દ્વારા કરવામાં આવેલું સ્ક્રિનિંગ  ગર્ભાશયના મુખના કેન્સર થતાં પહેલ તેનાથી બચવા માટે મદદ રૂપ બને છે. પહેલાં સ્ટેજના કેન્સરમાં જો સ્ક્રિનિંગ કરવામાં આવે તો આ કેન્સરથી જરૂર બચી શકાઈ છે . મશીનના મેગ્નીફાયન્ટ ગ્લાસ દ્વારા ચેકઅપ થાય છે .દર વર્ષે લગભગ એક લાખ આસપાસના કેસો સર્વાઇકલ કેન્સરના નોંધાઈ છે અને તેમાં 50% બહેનોના મૃત્યુ થાય છે .આ બીમારી  ગંભીર અને કોમન છે પણ પ્રેવેન્ટેબલ છે . સર્વાઇકલહ કેન્સર માટે મેન પ્રીવેનસન તરીકે  વેક્સિન લઈ શકીએ છે .  છોકરીઓ જ્યારે 9 થી 14 વર્ષ પૂરા કરે ત્યારે તેને વેક્સિનના બે ડોઝ આપવામાં આવે છે. 15 થી 26 વર્ષની મહીલાઓ માટે વેક્સીનનના 3 ડોઝ આપવામાં આવે છે .જો આ વેક્સિન યોગ્ય સમયે લેવામાં આવે તો સર્વાઇકલ કેન્સરથી બચી શકાય.

રોટેરિયન મિહિર દવેનું સપનું પૂર્ણ થયું: નિલેશ ભોજાણી

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર પ્રેસિડેન્ટ નિલેશ ભોજાણીએ અબતક સાથેની ખાસ વાતચિત  દરમ્યાન જણાવ્યું હતું કે અમારી ડીસટ્રિક ગર્વનર 3060 ના રોટેરયન મિહિર દવેનું એક વિઝન હતું કે અમારા 7 ક્લસ્ટરને મશીન અર્પણ કરું . તેમનું આ વિઝન પૂરું થઈ રહ્યું છે .અત્યાર સુધીમાં આ પાંચમું મશીન આપવામાં આવ્યું છે . આ મશીન સૌરાષ્ટ્ર વાસીઓને ઘણું મદદ રૂપ થશે .આ મશીન દ્વારા અલગ અલગ જગ્યાએ કેમ્પ કરીને સ્ત્રીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે.

ગુજરાતમાં રોટરીની સારથી ટીમ કાર્યરત: નીરવ દવે

રોટરી ડિસ્ટ્રિક્ટ  ગવર્નર 3060 ના નીરવ દવેએ અબતક સાથેની ખાસ વાત ચિત દરમ્યાન જણાવ્યું હતું કે  સમગ્ર ગુજરાતભરમાં રોટરી અલગ અલગ કાર્યો કરે છે અને રોટરીના  105 ક્લબ કાર્યરત છે. રોટરી 3060 માં 105 ક્લબ કામ કરી રહ્યા છે. આ  2023 -2024 માટે રોટરીની ટીમ જઅછઝઇંઈં કામ કરી રહી છે . અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક ટીમ એક એક ગામ દત્તક લેશે આજે હું રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરની મુલાકાતે આવ્યો છું ત્યારે સૌરાષ્ટ્રની મહિલાઓને સર્વાઇકલ કેન્સરની સારવાર મળી રહે તે માટે આસ્થા હોસ્પિટલ ખાતે કોલપોસ્કોપી મશીન અર્પણ કર્યું છે .

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.