રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત સુરત આવી પહોંચ્યા હતા. સરસાણાં પ્લેટીનિયમ હોલ ખાતે ડોનેટ લાઇફ દ્વારા ઓર્ગેન ડોનર કરનારના પરિવાર તથા ડોક્ટર્સનો સન્માન સમારોહમાં હાજરી આપી હતી. જેમાં સીએમ વિજયભાઈ ભાઈરૂપાણી અને રાજ્યપાલે પણ હાજરી આપી. અને ઓર્ગેન ડોનર કરનારના પરિવારનું સન્માન કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યુનિવર્સીટી ખાતે યોજાનારા પદવી દાન સમારોહમાં 7 સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતા.
અંગદાન કરનારાને સન્માનિત કરવાનો કાર્યક્રમ હટકેઃ રાષ્ટ્રપતિ
અંગદાન કરનારાને સન્માનિત કરવાનો કાર્યક્રમ દરેકથી હટકે છે. શરીરનું દરેક અંગ બધાને પ્રિય હોય છે. અંગદાન કરનારાની પ્રશંસા કરું એટલી ઓછી છે. કોઈનું જીવન બચાવવું એ ખૂબ જ શ્રેષ્ઠ છે. અંગ ખરાબ થાય તેમનું જીવન ખરાબ થઈ જાય છે ત્યારે અંગદાનથી તેમને નવું જીવન મળે છે. અંગદાન કરનારા જીવનદાતા છે. ભારતીય સંસ્કૃતિમાં અંગદાન દેહદાન કરવું નવી વાત નથી. પરંતુ અંધશ્રધ્ધાના કારણે અંગદાન થતાં નથી. 20 લાખથી વધુને કિડની જરૂરી છે લિવર એક લાખ લોકોથી વધુને જરૂર છે. ત્યારે અંગદાન માટે લોકો આગળ આવી રહ્યા છે
જે સારી બાબત છે. નેત્રદાનમાં સુધારો થઈ રહ્યો છે. સુરત રાજ્યમાં સૌપ્રથમ છે એ સરાહનીય છે. અંગદાન માનવતાનું કાર્ય છે. લોકોને જાગૃત કરવા ખૂબ જરૂરી છે. થોડા મહિના પહેલા નવેમ્બર 2017માં એક આવો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં કર્યો હતો. અંગદાતાને સન્માનિત કર્યા હતા.
જેનાથી પ્રેરણા મળી હતી અને આ કાર્યક્રમનું આમંત્રણ મળતાં જ હા પાડી હતી. અલ્હાબાદ મોતિલાલ કોલેજે શરૂઆત કરી છે કે, જે વ્યક્તિ દેહદાન કરે તેમનો ઈલાજ કરી આપવામાં આવશે. લખનૌ રામમનોહર લોહિયાએ પણ આવો નિર્ણય કર્યો છે જેમાં 25 ટકા રાહત. તમિલનાડુએ સહિત ઘણી જગ્યાએ આ પ્રકારે કાર્યો ચાલે છે.