‘અબતક’ના આંગણે આવી પ્રવૃત્તિનો ચિતાર આપતા સંસ્થાના આગેવાનો
શ્રીજી ગૌશાળામાં નિવાસીત ૧૮૦૦થી વધુ ગીર ગાયના નિષ્ઠા પૂર્વકના સંવર્ધનને કારણે દેશભરની માનીતી ગૌશાળા હોવાનું ગૌરવ ધરાવે છે. માત્ર ગૌપાલન જ નહીં પરંતુ ‘ગાય’થી પ્રાપ્ત પંચગવ્યો એને એક ઔષધીય શ્રોત તરીકે જીવતુ-જાગતુ દેવાલય બનાવે છે. શ્રીજી ગૌશાળા દ્વારા ૨૦ થી વધુ વર્ષ થયા ગોબર-ગૌમુત્ર સહિતના પંચગવ્યોમાંથી ૪૦થી વધુ પ્રકારની ઔષધીઓનું નિર્માણ કરી ૧૪૦થી વધુ રોગો ઉપર ચમત્કારીક પરિણામ પ્રાપ્ત કરાયા છે. શ્રી ગીરીરાજ ગૌમુત્ર ચિકિત્સા કેન્દ્રો નામક શ્રેણીથી ચાલતા સાત થી વધુ રાત્રીકાલીન ચિકિત્સાલયો દ્વારા ૭ લાખથી વધુ રોગીઓને નિ:શુલ્ક દવાઓ આપી આરોગ્ય પ્રાપ્ત કરાવવા સંસ્થા નિમિત બની છે. જેમાં કેન્સર, કીડનફેલ્યોર, હાર્ટ, બી.પી.ડાયાબીટીસ જેવા સંક્રામક રોગો સાથે વા ના દુખાવા, માઈગ્રેન, સફેદ દાગ, ચર્મરોગો, વાઈ જેવા જટીલ રોગોમાં સચોટ પરિણામો સંસ્થાની સિદ્ધિઓ છે.
શ્રીજી ગૌશાળા દ્વારા નિત્ય ઉપયોગમાં લેવાતા ગૃહ ઉત્પાદનો સાબુઓ, કેશ તેલ, શેમ્પુઓ, ફેસપેક, ફેસ જેલ, ફીનાઈલ અનેક પ્રકારની સુગંધિત અગરબતીઓ, ધુપ બતીઓ, ફેસ ક્રીમ, વિન્ટર લોશન, એન્ટીવાયરલ લીકવીડ બામ, ખરજવાનો મલમ, ઔષધીય ધૂપ છાણા, હર્બલ હીના હેરડાઈ અને કવચ નામની મોબાઈલ ચીપ સહિતના અનેક ઉત્પાદનો બનાવે છે. ઉપરાંત ગાય આધારીત આપણી ઋષિ કાલીન જૈવિક ખેતીને પુર્નજીવીત કરતું ગૌવરદાન માઈક્રોબ્સ છાણીયુ ખાતર વૈજ્ઞાનિક વિધીથી નિર્માણ કરી સૌરાષ્ટ્રભરના ખેડુતોને જૈવિક (ઓર્ગેનીક) ખેતી માટે પ્રેરિત છે.
મોટી દાન સખાવત માટે સંક્રાંતિના દિવસે કાર્યકર્તાઓના નંબરો પર ફોન કરવાથી ઘર-ઓફિસોથી દાન સ્વીકારી જવા સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પ્રભુદાસભાઈ તન્ના મો.૯૮૨૫૪ ૧૮૯૦૦, જયંતિભાઈ નગદીયા મો.૯૪૨૭૪ ૨૯૦૦૧, વિનુભાઈ ડેલાવાળા મો.૯૪૨૮૨ ૦૦૧૮૧, રમેશભાઈ ઠકકર મો.૯૯૦૯૯ ૭૧૧૧૬, ચંદુભાઈ રાયચુરા મો.૯૮૯૮૨ ૪૧૧૯૦, ભુપેન્દ્રભાઈ છાંટબાર મો.નં.૯૩૭૬૭ ૩૩૦૩૩નો સંપર્ક સાધવા જણાવાયું છે.