ડોનાલ્ડ ટ્રમ્પ પર ફેંકવામાં આવેલો ફોન તેમના સ્ટેજથી દૂર જઈને પડ્યો:હથિયાર વેપાર સંધિ રદ કરાઇ
ગન સમર્થકોની એક રેલીમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટાર્ગેટ કરીને ફોન ફેંકવામાં આવ્યો હતો. જોકે આ ફોન તેમના સ્ટેજથી થોડો દૂર જઈને પડ્યો હતો. ઘટના પછી રાષ્ટ્રપતિ જોઈ રહ્યા હતા કે આ ફોન ક્યાં જઈને પડ્યો છે. આ કાર્યક્રમ નેશનલ રાઈફલ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસે ફોન ફેંકનાર યુવકની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનતા તરફ એક પેન ઉછાળી હતી. તેમણે બરાક ઓબામાના કાર્યકાળમાં થયેલી હથિયાર વેપાર સંધિ પણ પૂરી થવાની જાહેરાત કરી હતી. રેલીમાં ટ્રમ્પે લોકોને હથિયાર રાખવાનો હક આપવાના કાયદાને સમર્થન આપ્યું હતું.