અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના જમાઇ જેરાડ કુશ્રનર હાલ ખુબ જ ચર્ચામાં છે. તેઓ વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર છે. અને ટ્રંપની પુત્રી ઇવાંકાના પતિ છે. હાલમાંથી કુશ્રનર અંગે એક મોટો ખુલાસો થતા આંતરરાષ્ટ્રીય મિડિયામાં દરેક જગ્યાએ તેમનું નામ જોવા મળ્યુ છે. પરંતુ જે કારણે કુશ્રનરનું નામ ચર્ચાઇ રહ્યુ છે. તે કદાચ કુશ્રનરની પત્ની અને સસરાને પસંદ નહી પડે મિડીયાના અહેવાલો અનુસાર જેરાડ કુશ્રનરની ઓળખાણ ૮ વર્ષ સુધી એક મહિલા તરીકેની હતી.
ડેમોક્રેટીક ઓપાઝીશન રિસર્ચ સમુહ અમેરિકન બ્રિઝ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે.
જેની પાછળનું કારણ કુશ્રનર વર્ષ ૨૦૦૯માં ભરેલ મતદાતાનું ફોર્મ છે. આ ફોર્મ ભરતી વખતે કુશ્રનરથી મોટી ભુલ થઇ હતી તેણે ફોર્મમાં પુરુષની જગ્યાએ મહિલાના ખાનામાં ટિક કરી દીધી હતી આ કારણે છેલ્લા ૮ વર્ષથી મતદાતાઓની સુચિમાં તેમનું નામ એક મહિલા તરીકે નોંધાયેલ હતું.
રિચર્સ સમુહના પ્રવક્તા બ્રાડ બેનુમે કહ્યુ હતુ કે કુશ્રનર એક સરળ ફોર્મ પણ બરાબર ભરી ન શક્યા કોઇ કઇ રીતે વિચારી શકે કે એ વ્યક્તિ મધ્ય-પુર્વમાં શાંતિ સ્થાયી શકે. અને વેસ્ટવિંગની જવાબદારી અન્ય કોઇને સોંપવામાં આવે તેવી માંગ કરી હતી.
જેના જવાબમાં કુશ્રનરે બચાવ કરતા જણાવ્યું હતું કે સહયોગી સાથેના સંવાદમાં ગેરસમજણના કારણે આમ થયુ છે. વધુ આશ્ર્ચર્યજનક વાતતોએ છે કે કુશ્રનરના નામ આગાળ જાતિના ખાનામાં પુરુષ કે મહિલા નહીં પરંતુ અજ્ઞાત લખેલ જોવા મળે છે. આ વિવાદ વધતા આખરે ચુંટણી બોર્ડ તરફથી નિવેદન આપવામાં આવ્યુ છે અને તેને રાષ્ટ્રપતિના જમાઇનો પક્ષ લીધો હતો ને જણાવ્યુ હતે કે ડેટા બેઝએરરના કારણે આમ થયુ છે.