- અગાઉ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાની પ્રાથમિક ચૂંટણીમાં તેમને હેલી સામે હારનો સામનો કરવો પડ્યો હતો
યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયાના ભાગરૂપે ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે નોર્થ ડાકોટા કોકસની ચૂંટણી જીતી લીધી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલી સામે 12 કોકસ સાઇટ્સ પર મતદાનમાં પ્રથમ સ્થાને રહ્યા હતા.
આ પરિણામ સાથે ટ્રમ્પ ફરી જીતના પાટા પર આવી ગયા છે. આ પહેલા રવિવારે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાની પ્રાથમિક ચૂંટણીમાં તેમને હેલી પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. વ્હાઇટ હાઉસ સુધી પહોંચવાની રેસમાં બંને ઉમેદવારોની નજર હવે ’સુપર ટ્યુઝડે’ પર છે જ્યારે 16 રાજ્યોમાં યોજાનારી સ્પર્ધાના પરિણામો જાણવા મળશે.
’સુપર ટ્યુઝડે’ એ યુએસ પ્રમુખપદના ઉમેદવારોને પસંદ કરવા માટેની પ્રાથમિક ચૂંટણી પ્રક્રિયાનો દિવસ છે, જ્યારે મોટાભાગના રાજ્યોમાં પ્રાથમિક અને કોકસની ચૂંટણીઓ યોજાય છે. ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી વતી, પ્રમુખ જો બિડેન પ્રમુખપદ માટે પોતપોતાના પક્ષનું નામાંકન મેળવવાની રેસમાં આગળ છે.