કોઇ દેશ આતંકવાદને આશ્રય ન આપે: ટ્રમ્પની પાકિસ્તાનને આડકતરી ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયામાં રિયાધ ખાતે જણાવ્યું છે કે ભારતે આતંકવાદના કારણે ઘણું બધું સહન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાી લઈને રશિયા સુધી તમામ દેશો આતંકવાદના ભોગ બન્યા છે. સાઉદી અરેબિયામાં આયોજિત આરબ-ઈસ્લામિક યુએસ સંમેલનમાં બોલતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશોને અપીલ કરી હતી કે તેઓ પોતાના ત્યાં કોઈ પણ આતંકવાદી સંગઠનને આશ્રય ન આપે.૨૦ જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે સત્તારૂઢ યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રમ વિદેશ પ્રવાસ છે. સાઉદી અરેબિયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ અને ઈટાલી પણ જશે.
તેમણે મુખ્યત્વે સાઉદી અરેબિયામાં આતંકવાદ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ એશિયાના કેટલાય દેશોમાં પગપેસારો કરેલ કટ્ટરવાદી વિચારધારા સામે લડવા માટે અમેરિકા પશ્ચિમ એશિયાના દેશોને સહયોગ કરવા તૈયાર છે.તેમણે જણાવ્યું હતું કે અમેરિકાી લઈને ભારત અને ઓસ્ટ્રેલિયાી લઈને રશિયા સુધીના તમામ દેશો આતંકવાદની યાતના ભોગવી રહ્યા છે અને વારંવાર તા આતંકવાદી હુમલાી ત્રસ્ત છે. ડોનાલ્ડ ટ્રમ્પે જોકે પાકિસ્તાનનો નામોલ્લોખ કર્યા વગર જણાવ્યું હતું કે પ્રત્યેક દેશે એ હવે સુનિશ્ચિત કરવું પડશે કે તેમની ધરતી પર આતંકવાદીઓને આશ્રય ન મળે.