ચીન અને યુરોપ કરન્સીને મેન્યુપ્લેટ કરી વ્યાજદર ઘટાડતા હોવાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ્નો ગંભીર આક્ષેપ

અમેરિકા ફર્સ્ટની નીતિને આગળ ધપાવવા ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરા-ઉપરી નિર્ણયો લઈ રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ્ના નિર્ણયોના કારણે વૈશ્ર્વિક ર્અતંત્ર ઉપર માઠી અસર પહોંચી છે. તાજેતરમાં જ ચીનના માલ-સામાન ઉપર તોતીંગ ટેરીફ નાખીને તેમણે ટ્રેડવોરનો પાયો નાખ્યો છે. ત્યારે હવે ચીન અને યુરોપ કરન્સીને મેનીપ્યુલેટ એટલે કે, ગોલમાલ કરતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ અનેક મુદ્દે વિશ્ર્વના દેશોને ઘેરી રહ્યાં છે. તાજેતરમાં પુતીન સોની બેઠક બાદ તેમણે હવે ચીન અને યુરોપીયન યુનિયનને પણ નિશાનો બનાવ્યું છે. ચીન અને યુરોપ જેવા દેશો વ્યાજદર નીચા રાખી કરન્સી અંગે વિશ્ર્વને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ ટ્રમ્પ કરી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે, અમેરિકાની ફેડરલે બેંકે વર્ષ ૨૦૧૭માં સતત ત્રણ વખત ધીરાણ દર વધાર્યા છે. જેના પરિણામે ધિરાણ દર બે ગણા થઈ ગયા છે. હજુ આગામી વર્ષમાં વધુ બે વખત દર વધારવામાં આવે તેવી ધારણા છે.

ચાઈનીઝ માલ-સામાન પર ૫૦૫ અબજ ડોલરનું ટેરીફ લાદવાની ટ્રમ્પ્ની ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની ચીજ-વસ્તુઓ ઉપર ૫૦૫ અબજ ડોલરનું ટેરીફ લાદવાની ચીમકી ઉચ્ચારી છે. પરિણામે અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર ચરમસીમાએ પહોંચી છે. ટ્રમ્પે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, જો જરૂર પડશે તો ચીનના આયાતી માલ-સામાન પર અમેરિકા ડયૂટી લાદશે. અમેરિકા દ્વારા વર્ષ ૨૦૧૭માં ચીનમાંથી ૫૦૫.૫ અબજ ડોલર (અંદાજે રૂ.૩૪,૭૯,૫૦૦ કરોડ)ની કિંમતની ચીજવસ્તુઓ આયાત કરાઈ હતી. તેના પર ટેરીફ લાદવામાં આવી શકે છે. ચીન દ્વારા ઘણા સમયી લૂંટ ચલાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.