વિશ્વની સૌથી જુની લોકશાહીનાં પ્રમુખ વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં વડાપ્રધાનને મળવા આવી રહ્યા છૈ. આગામી નવેમ્બર-૨૦ માં અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વર્ષના પ્રારંભથી જ પ્રમુખ ડોનાલ્ડે ટ્રમ્પ કાર્ડ ઉતરવાના શરૂ કર્યા છે. ભારતની મુલાકાતને કદાચ આવું જ એક ટ્રમ્પ કાર્ડ ગણી શકાય. વાત તો ચાલી છૈ કે બન્ને દેશો વચ્ચે વ્યવસાયિક સંબંધો મજબુત બનશે અને અમેરિકાને ભારતમાં વેપાર વધારવાની ઉજળી તકો મળશે. ટ્રમ્પ સાહેબ વેપાર વધારે કે નહીં પણ તેમની વોટબેંક વધારશે એ વાત નક્કી છે. આ મુલાકાતથી અમેરિકામાં વસતા ૨૫ લાખ ભારતીયોના મત અંકે કરવાનો આ એક ગણતરીપૂર્વકનો પ્રયાસ માની શકાય. કારણકે ડોનાલ્ડ સાહેબની ભારત મુલાકાતમાં કુલ કેટલા વ્યવસાયિક કરારો થશે તેની વાત જ ચર્ચામાં નથી.
આમેય તે અમેરિકા ૧૮ અબજ અમેરિકન ડોલરની વ્યવસાયિક ખાધના કારણે ભારત ઉપર વેપાર વધારવા દબાણ કરી રહ્યું છે. પરંતુ નિર્ણય આવતો નથી. હવે જો આ વખતની મુલાકાત વખતે પણ કોઇ સોદા ઉપર સહમતિ નો સાધી શકાય તો આ ત્રીજો પયાસ પણ વિફળ ગયો ગણાશે. તેથી જ કદાચ આ મુદ્દે બહુ પ્રચાર કરાતો નથી. અત્રે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ટેરિફમાં કોઇપણ ઘટાડો અમેરિકા કરતાં ચીનને વધારે ફાયદો કરાવી શકે છે. WTOનાં નિયમો પ્રમાણે ભારતને જો કોઇપણ ટેરિફમાં ઘટાડો આપવો હોય તો કોઇ જ તરફદારી વિના સૌના માટે જાહેર કરવો પડે. દાખલો જોઇએ તો અમેરિકા ઇચ્છે છે કે ભારત મોંઘી રેન્જના મોબાઇલ ફોનમાં ડ્યુટીમાં ઘટાડો કરે. જો આવું થાય તો ઐપલનાં ફનનાં ઉત્પાદનમાં ફાયદો થાય પણ એપલનું ઉત્પાદન ચીનમાં વધારે થાય છે. તેથી ફાયદો ચીનને થાય. હવે ચીન સાથેના વ્યવસાયિક સંબંધોમાં ભારત અત્યારથી જ ૫૦ અબજ ડોલર કરતા પણ વધારેની વ્ય સાયિક ખાધ સહન કરી રહ્યું છૈ તેથી તે આવા પગલાની તરફેણમાં ન હોય. સામ પક્ષે ચીન સાથે ટ્રેડવોર છેડી ચુકેલૂં અમેરિકા ચીનનો વેપાર વધારવામાં રાજી ક્યાંથી હોય..? ! આવી જ રીતે જો ઉંચી રેન્જની મોટર બાઇકની ડ્યુટીમાં ધટાડો કરે તો ટ્રમ્પને Harley Davidsonનાં વેચાણમાં વધારો થઇ શકે છે. પરંતુ સાથે જ જાપાનની યામાહ, બ્રિટનની ટમ્પ તથા જર્મનીની ડુકાતી બાઇકને ભારતમાં સસ્તા ભાવે એન્ટ્રી મળી જાય તે અમેરિકાની બાઇક કરતાં ઓછી કિંમતે ભારતમાં વેચાય તો અમેરિકાની બાઇક ક્યાંથી વેચાય? ભારત પાસે ક્ધઝમ્પશન પાવર છે પણ આપણો દેશ ખાસ કરીને મોદી સરકાર સ્વદેશીની હિમાયત કરતી હોવાથી વિકસીત દેશોની દાળ ખાસ ગળતી નથી. ટ્રમ્પ સાહેબ હવે ભારત હાર્ટ સ્ટેન્ટ તથા કૄત્રિમ ઘૂંટણના ભાવ બાબતે કૂણું પડે એવી ગણતરી કરતા હોય પરંતુ મોદી સાહેબે ભારતીયોને સસ્તા ઇલાજનો વાયદો આપ્યો હોવાથી આ અંગે શું નિર્ણય કરવો તેની મુંઝવણમાં છે.
પ્રમુખ ટ્રમ્પ અમેરિકા ફસ્ટ્ર ની વાતો કરી રહ્યા છૈ તો મોદીજી મેઇક ઇન ઇન્ડિયાની હિમાયત કરે છે. તેથી બિઝનેસના મામલે કો નક્કર નિર્ણય કદાચ ન પણ આવે. પરંતુ બન્ને દેશનાં ડિપ્લોમેટનો દાવો છે કે એમેરિકા તથા ભારત વચ્ચેના સંબંધો મોદી તથા ટ્રમ્પથી ઘણા ઉપર છે.
અમેરિકાનો ભારત સાથેનો કારોબાર તેના કુલ વૈશ્વિક કારોબારના ત્રણ ટકાથી પણ વધારે છે. બન્ને વચ્ચે જો થોડો સુમેળ થાય તો ભારતનો અમેરિકા સાથેનો વેપાર ચીન કરતા પણ વધી શકે છે. ભારતમાં નાના સીધા વિદેશી રોકાણનો આંકડો ભલે હાલમાં નાનો હોય પણ તે સતત વધી રહ્યો છે જેમાં અમેરિકા માટે ઘણી ઉજળી તકો રહેલી છે.
આ વખતની મુલાકાતમાં વેપાર કરતાં શક્તિ પ્રદર્શન વધારે હોઇ શકે છે. કારણ કે હાઉડીમાં મોદીજી માટે ૫૦૦૦૦ માણસો એકત્રિત થયા હતા તો અમદાવાદમાં ટ્રમ્પ માટે માનવ મહેરામણ ઉભો કરવાની ગેરેન્ટી મોદીજી આપી ચુક્યા છે. હવે ૫૦ લાખની મેદની હશૈ કે પાંચ લાખની તે અંગે મુંઝવણ છે. મોદીજી પોતાની માર્કેટિંગની શેલીમાં દાવો કયો કે ટ્રમ્પે લાખનાં મિલીયન કરી નાખ્યા તે અંગે સત્ય બહાર લાવી શકે તેવા માણસની શોધ ચલાવવી પડશે. જોકે તેનાથી સંબંધો કેટલા સુધરશે તે મહત્વનું છે.