સીબીઆઈ કોર્ટે ગેંગસ્ટરને પુરાવાના અભાવે મુક્ત કર્યો : 26 વર્ષ બાદ આવ્યો ચુકાદો
મુંબઈની સીબીઆઇ કોર્ટે કામદાર યુનિયનના નેતા દત્તા સામંત ની હત્યા કેસમાં ડોન છોટા રાજનને નિર્દોષ જાહેર કર્યો છે ત્યારે એ વાત સ્પષ્ટ છે કે છોટા રાજન દાઉદ ગેંગ નો સાગરીત છે. દત્તા સામંત એક ખૂબ સક્રિય કામદાર યુનિયન ના નેતા હતા જેને ઉદ્યોગ માં ખૂબ ક્રાંતિ લાવી હતી અને પરિણામ સ્વરૂપે મુંબઈમાં તે સમયે સ્થપાયેલા ઘણા ખરા ગુજરાતના ઉદ્યોગકારો ગુજરાત પરત ફર્યા હતા અને ત્યારબાદ આમચી મુંબઈનું ચલણ વધ્યું હતું. તા સામંત નો રૂવાબજ એ પ્રકારનો હતો કે પરિણામ સ્વરૂપે વલસાડ અને વાપી નું નિર્માણ થયું કારણકે તે સમયે મુંબઈમાં જે ગુજરાતી ઉદ્યોગકારો ઉદ્યોગ કરતા હતા તેઓ પરત ગુજરાત આવી વલસાડ અને વાપીમાં પોતાના ઉદ્યોગો શરૂ કર્યા હતા.
મુંબઈની સીબીઆઈ કોર્ટે 28 જુલાઈને શુક્રવારે મજૂર નેતા દત્તા સામંતની હત્યા કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને મુક્ત કર્યો હતો. સીબીઆઈના સ્પેશિયલ જસ્ટિસ એ.એમ. પાટીલે પુરાવાના અભાવે છોટા રાજનને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો. પ્રોસિક્યુશન મુજબ, 16 જાન્યુઆરી, 1997ના રોજ ડો. સામંત પવઈથી ઘાટકોપરના પંતનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન પદ્માવતી રોડ સ્થિત નરેશ જનરલ સ્ટોર પાસે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. જેના કારણે ડો.સામંતે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
કોર્ટે કહ્યું કે રાજન, જેનું અસલી નામ રાજેન્દ્ર સદાશિવ નિકાલજે છે, તેણે ષડયંત્ર રચ્યું હતું તે સાબિત કરવા માટે રેકોર્ડ પર કોઈ પુરાવા નથી. જો કે, ગેંગસ્ટર ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતા નથી કારણ કે તે વિવિધ શહેરોમાં ડઝનેક કેસોમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે.ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે રાજને હત્યાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ વિશેષ ન્યાયાધીશ બી.ડી. શેલ્કેએ ચુકાદામાં કહ્યું હતું કે, રાજને કાવતરું ઘડ્યું હતું તે સ્થાપિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
કોર્ટે કહ્યું,મહત્વના સાક્ષીઓ પોતાના નિવેદન પરથી ફરી ગયા છે. જ્યારે અન્ય સાક્ષીઓની જુબાની આરોપી સામે આરોપ સાબિત કરવા માટે પૂરતી નથી. છોટા રાજનની ઓક્ટોબર 2015માં ઇન્ડોનેશિયાના બાલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સીબીઆઈએ રાજન વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસને પોતાના કબજામાં લઈ લીધા. ત્યારબાદ સીબીઆઈએ સામંત હત્યા કેસમાં રાજન સામે કાર્યવાહી કરી.