હિતેશ રાવલ, સાબરકાંઠા: જ્યાં સ્વછતા ત્યાં પ્રભુતા. આ કહેવતનો ક્ષાર એ છે કે જ્યાં સ્વછતા હશે ત્યાં ભગવાનનો વાસ હશે. આ સાથે સ્વછતા રાખવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે, જેમ કે કોઈ બીમારી ના આવે, સ્વાસ્થ તંદુરસ્ત રહે વગેરે. આ સ્વછતા બાબતે સાબરકાંઠા જિલ્લામાંથી એક કેસ સામે આવ્યો છે. જેમાં કૃષ્ણ પેથોલોજી લેબોરેટરીને સ્વછતા ના જાળવા બાબતે નોટિસ ફટકારાઇ છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલી ક્રિષ્ના પેથોલોજી લેબોરેટરીને નોટિસ ફટકારવામાં આવી છે. ક્રિષ્ના પેથોલોજી લેબોરેટરી તેનો મેડિકલ વેસ્ટ કચરો જાહેરમાં ફેંકતા હોય તેવું સામે આવ્યું છે. જેથી ત્યાંના આજુબાજુના દુકાનદારો, અને લોકોનું આરોગ્ય જોખમાવાની શક્તયતા છે. તેથી તંત્ર દ્વારા આ બાબતે તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય અધિકારીઓએ ક્રિષ્ના લેબોરેટરીને મેડિકલ વેસ્ટ ફેંકવા બાબતે નોટિસ ફટકારી હતી. અને આ નોટિસ સાથે તેને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને તુરંત આ બાબત પર પગલાં લેવા માટે જાણ કરી. જિલ્લા આરોગ્ય કર્મીઓનું કહેવું છે કે, ‘પ્રજાના આરોગ્ય સાથે થતા ચેડાને સાંખી નહીં લેવાય. જરૂર પડે તો લેબોરેટરીના માલિકો સામે કાયદેસરના પગલાં લેવાશે.’
જિલ્લા આરોગ્યએ નોટિસ આપ્યા બાદ આ બાબતની સંપૂર્ણ કાર્યવાહી હવે પ્રદુષણ નિયંત્રણ બોર્ડને સોંપવામાં આવી છે. હવે જોવાનું એ છે કે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ક્રિષ્ના પેથોલોજી લેબોરેટરી સામે કોઈ કડક કાર્યવાહી કરે છે કે નહિ ?