વિશ્વની સૌથી મોટી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના પગરણ હવે આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યા છે. સાથે સાથે અનેક ક્ષેત્રોમાં ભારત નો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે રમતગમત ક્ષેત્ર કેમ બાકાત રહે..? વૈશ્વિક રમતગમત સ્તરે એક જમાનો હતો કે વિજેતાઓની નામાવલી અને ખાસ કરીને ચંદ્રક મેળવનારા દેશોમાં ચીન, રસિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ નો દબદબો રહેતો હતો ક્યાંય આફ્રિકા કે એશિયાના દેશો શોધ્યા પણ જડતા ન હતા. આજે 21મી સદીમાં જાણે કે ચિત્ર ફરી ગયું હોય તેમ આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતીય ખેલાડીઓનો પ્રભાવ દિવસે દિવસે વધી રહ્યો છે, ભારતને 21મી સદીના યુવાનોનો દેશ તરીકે ઓળખવામાં આવે છે.
કેટલાક ચોક્કસ કારણોસર અનેક દાયકાઓ સુધી રમતગમત ક્ષેત્રે ભારતનો દેખાવ પ્રભાવી બની શક્યો ન હતો ,ભારતની ખેલકૂદ સંસ્કૃતિ તો આદિકાળથી સમૃદ્ધ છે કબડ્ડી જેવી ભારતીય રમત વિશ્વની શ્રેષ્ઠ કૌશલ્યવાન રમત તરીકે લેખાય છે, પરંતુ કૌશલ્યવાન ખેલાડીઓ ની પ્રગતિ સીમિત હતી,, ત્યારે વિકાસને વેગવાન બનાવવાની પ્રક્રિયામાં ખેલકૂદને સામેલ કરવા માટે પણ ગુજરાત ની પહેલ થઈ હતી ,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સૌપ્રથમ સ્થાનિક રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે શાળાકીય કક્ષાએ ,તાલુકા ,જિલ્લા અને રાજ્યકક્ષાના ખેલકુંભ રમતોત્સવ શરૂ કર્યો અને હવે આ ક્ધસેપ્ટ દેશના અનેક રાજ્યોએ સ્વીકારી સ્થાનિક રમતવીરો ને યોગ્ય વાતાવરણ આપવા નો માહોલ ઊભો કર્યો છે ,
ખેલ મહાકુંભ ની આ કવાયતના પરિણામ જાણે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં દેખાવા લાગ્યા હોય તેમ એશિયન રમતોત્સવમાં ભારતને અત્યાર સુધીમાં 70 થી વધુ મેડલો મળ્યા છે,
દેશમા અખૂટ પ્રતિભાવો મોજ જ છે હવ તેમને યોગ્ય તકો મળી રહી છે 72 વર્ષમાં પ્રથમ વાર ઐતિહાસિક સંખ્યામાં મેડલ મેળવવાની દેશની આ પહેલ હજુ પ્રથમ ડગલું છે એવા દિવસો પણ આવશે કે વૈશ્વિક રમતોત્સવ અને ઓલમ્પિક જેવા ખેલ મહોત્સવમાં ભારતના રમતવીરો છવાઈ જશે..
ગુજરાતમાં શરૂ થયેલા ખેલ મહાકુંભ રમતોત્સવ થી સ્થાનિક પ્રતિભા ઉજાગર થઈ રહી છે, અને તેની અસર હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેખાવા લાગી છે ખેલાડીઓને યોગ્ય પ્રોત્સાહન આપી દેશનું નામ રોશન કરવાની મહેનત હવે દિવસે દિવસે રંગ લાવશે તેમ કહેવું જરા પણ અતિશક્તિ નહીં ગણાય દેશનું નામ રોશન કરનાર તમામ મેડલિસ્ટ અને પ્રયત્નમા લાગેલા લાખો રમતવીરોને શુભેચ્છા ની શુભકામનાઓ દેશ માટે મેડલ મેળવવાની આ યાત્રા વધુ રફતારથી આગળ વધતી રહેશે આ તો હજુ શરૂઆત જ છે એશિયન ગેમ્સમાં ભારતના રમતવીરોનું પ્રદર્શન દેશને ગૌરવ અપાવનારું બની રહ્યું છે