પંજાબમાં કોંગ્રેસનો દબદબો યથાવત રહેવા પામ્યો હોય તેમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ખેડૂત આંદોલનના માહોલ વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસનો દબદબો યથાવત રહ્યો હોય તેમ બુધવારે જાહેર થયેલા ૭ મહાનગરપાલિકાના પરિણામોમાં ૭ માંથી ૬ પર કોંગ્રેસનો વિજય જાહેર થયો હતો.
ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં હગમોગા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે જનાદેશ મેળવવામાં સફળ થઈ હતી. આજે ગુવારે જાહેર થનારા મોહાલીના પરિણામો પર મીટ મંડાયેલી છે. શિરોમણી અકાલી દળ અને ભાજપ સામે કોંગ્રેસે પઠાણકોટ, હોશિયારપુર, ભટીંડા મ્યુનિસિપલ કોર્પોરેશન પર પોતાનું પ્રભુત્વ યથાવત રાખ્યું છે. કોંગ્રેસે ત્રણ નવી બનેલી નગરપાલિકાઓમાં પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો હતો. કબુરથલા, બટાલા, અબહારમાં ૫૩ વર્ષમાં પ્રથમવાર કોંગ્રેસે મેયર પદ પ્રાપ્ત કર્યું છે. મુખ્યમંત્રી અમરિન્દરસિંગની અધ્યક્ષતામાં લડાનારા વિધાનસભાના ચૂંટણી પહેલા કોંગ્રેસની આ સફળતા ભાજપ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો અપાવનારો બન્યો છે. શિરોમણી અકાલી દળ બીજા નંબરે, આપ ત્રીજા નંબરે અને કોંગ્રેસે શહેરી વિસ્તારોમાં ખુબ સારી સફળતા મેળવી છે. ભાજપની જેમ પંજાબના મતદારોએ શિરોમણી અકાલી દળ અને આમ આદમી પાર્ટીને પણ જાકારો આપતું મતદાન કર્યું છે. પંજાબના મંત્રી બ્રહ્મ મહિન્દ્રએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં ભાજપનું પરિસ્થિતિ સારી છે.