અપહરણ અને સોનાના બિસ્કીટની લૂંટ ચલાવનાર બંટી – બબલીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
શહેરમાં શાસ્ત્રીમેદાન પાસે 12.69 લાખના સોનાના બિસ્કિટની લૂંટનો ભેદ ઉકેલાયો છે, જેમાં ફિલ્મી કહાની બહાર આવી છે. દેણું થઈ જતાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના કર્મચારીએ તેના કંપનીના માલિકને ચૂનો લગાડવા ગર્લફેન્ડ અને તેના પ્રેમી સાથે મળી લૂંટનું નાટક રચ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા અપહરણ અને લૂંટ કરનાર કોલમ ધીરજગીરી ગોસાઈ અને હસનેન રફીક ભાસ નામનાની ધરપકડ કરી તેની પાસેથી રૂ.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર તરખટ યુવકને દેણું થઈ જતા કર્યા હોવાનું હાલ પુછપરછમાં જાણવા મળ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટી રોડ પર સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા અને યાજ્ઞિક રોડ પર બિઝનેસ ટીના કોમ્પલેકરામાં વિનાયક હોલીડેઝ નામે ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સ નામે ભાગીદારીમાં ધંધો કરતા પ્રતિકભાઈ દ્રકાંતભાઈ ભીમજીયાણી એ ફરીયાદ કરી હતી જેમાં આરોપી તરીકે યુવતી સહિતના અજાણ્યા શખસોના નામ આપ્યા હતા ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તેની ઓફીસમાં ટીકીટના બુકીંગ માટે તેમજ ગોલ્ડની સ્કીમનુ કામ કરતા હોય તેના હિસાબ માટે મવડી વિશ્વનગરમાં રહેતા હાર્દિક નામના યુવકને છેલ્લા એક વર્ષથી નોકરી પર રાખ્યો હતો તા.29ના રોજ સાંજે તેને સોની બજારમાં હાર્દિકને સોનાના બિસ્કીટ લેવા માટે સમીરભાઈને ત્યાં મોકલ્યો હતો જે તેનુ એકસેસ લઈને ગયા બાદ પરત નહી આવતા તેને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન ન ઉપાડ્યો અને ત્યાર બાદ ફોન બંધ થઈ જતા તેને તપાસ કરી હતી દરમિયાન હાર્દિકના પિતા પણ ઓફીસે આવી જતા શોધખોળ કરી હતી અને પોલીસને જાણ પણ કરી હતી ત્યાર બાદ મોડી રાત્રે અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને તેમા હાર્દિક બોલતો હતો તે મેટોડા હોવાનુ જણાવતા બધા મેટોડા જઇ ત્યાથી હાર્દીકને લઈ આવી પુછતાછ કરી હતી જેમાં તેણે જણાવ્યું કે, ઓફીસેથી રૂ. 5.74 લાખની રોકડ લઈને સોની બજારમાં ગંધી હતો ત્યારે ઓફીસે પૈસા આપી સમીરભાઈના માણસ પાસેથી સોનાના બે બિસ્ટ લઈ નિકળતા શાસ્ત્રી મેદાન પાસે પહોંચ્યો હતો.
દરમિયાન એક યુવતી અને એક યુવકે અકસ્માત સર્જી મારકૂટ કરી તેને છરી જેવુ હથિયાર બનાવી સ્કુટરમાં બેસાડી જામનગર નજીક લઈ જઈ મારકૂટ કરી તેની ખીસ્સામાંથી સોનાના બિસ્કીટ કાઢી તેને મેટોડા નજીક ફેંકી નાસી ગયાનું રટણ કરતા તેને ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન કાઈમ માંગે સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી યુવતી અને શખસને ઉઠાવી લઈ પૂછતાછ કરતા તે માધાપર ચોકડી પાસે રહેતો અને એસ્ટ્રોન ચોકમાં મોબાઇલની દુકાનમાં નોકરી કરતો હસનૈન રફીકભાઈ મારા અને માધાપર ચોકડી પાસે ઓમૈયા ધારા સોસાયટીમાં રહેતી કોમલ ધીરજગીરી ગોસાઈ હોવાનુ જણાવતા પોલીસે બન્નેની આકરી પૂછતાછ કરતા લૂંટનો ભેદ ઉકેલતા બન્નેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી. તેમજ આ ગુનામાં અન્યની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.
પીઆઈ વાય.બી. જાડેજા સહીતના સ્ટાફે વધુ તપાસ કરતા મવડી નજીક વિશ્વનગરમાં રહેતો અને યાજ્ઞિક રોડ પર વિનાયક હોલીડેઝ નામની ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફીસમાં નોકરી કરતો હાર્દિક ટાંક નામના શખસે ચાર લાખની લોન લીધી હોય જે ભરપાઈ કરવા માટે તેની ફ્રેન્ડ કોમલને વાત કરી હતી જે કેટરીંગનું કામ કરતી કોમલે તેના પ્રેમી હસનૈનને વાત કરી તેની સાથે લૂંટને અંજામ આપ્યો હતો જે બનાવ અંગે તેને ઉઠાવી જઈ અલગ-અલગ ગામડાઓમાં લઈ જઈ ફરી તે જ યુવતી સાથે મેટોડા ઉતારી જતા તેને પાનના દુકાનદારને અપહરણ થયાની વાત કરી તેના ફોનમાંથી લૂંટની ખોટી વાત કરી હોવાનું બહાર આવતા પોલીસે હાર્દિકની પણ ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.