રામકથાના આયોજન સંદર્ભે યોજાયેલ વેપારી એસો. અને મહિલા મંડળોની મિટીંગમાં લોકો ઉમટી પડ્યા: રઘુવંશી ડોક્ટર્સ, એડવોકેટ્સ, સીએ તથા ટેક્સ ક્ધસલ્ટન્ટની મિટીંગોનો ધમધમાટ
અઢી લાખ જેટલા રઘુવંશીઓની વસ્તી ધરાવતા રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન રાજકોટ દ્વારા ભૂપેન્દ્રભાઇ પંડ્યા ( મુંબઇ ) ના વ્યાસાસને તા . 21 થી 29 મે , દરમ્યાન રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજન થઇ રહ્યું છે . જેના માટેનો હજારો ફૂટનો વિશાળ ડોમ રામનગરી , ચૌધરી હાઇસ્કૂલ , રાજકોટ ખાતે તૈયાર થઇ ગયો છે અને શ્રી રામનગરીમાં ઝગમગાટ છવાઇ ગયો છે .
વિવિધ ક્ષેત્રોના જ્ઞાતિ આગેવાનો , હોદ્દેદારો , અગ્રણીઓ અને સભ્યો સહિત તમામ લોકો શ્રી રામકથાના આયોજનમાં ભારે ઉત્સાહથી જોડાઇ ગયા છે .
શ્રી રામકથાના આયોજન સંદર્ભે દાણાપીઠ વેપારી એસોસીએશન અને શહેરના તમામ મહિલા મંડળોના હોદ્દેદારો – સભ્યોની મિટીંગ રાખવામાં આવી હતી . જેમાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા . શ્રી રામકથાના આયોજનમાં સેવા કરવાનો મોકો મળતા ભક્તોનો આનંદ રીતસર છલકાતો હતો .
રાજકોટના તમામ રઘુવંશી ડોકટર્સ રઘુવંશી એડ્વોકેટ્સ , ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ તથા ટેક્સ ક્ધસલ્ટન્ટની મિટીંગ શ્રી રામકથા કાર્યાલય ખાતે રાખવામાં આવી છે.