વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં એક બાક એક એવા એમઓયુ થયા છે જે જમીન પર આવશે ત્યારે ગુજરાતની દશા અને દિશા બન્ને બદલાઈ જશે. હવે તમે દ્વારકાના દરિયામાં ક્રૂઝની સવારી કરી શકશો. ક્રૂઝમાં જ ડોલ્ફીનને જોવાનો આનંદ ઉઠાવી શકશો. તો વિશ્વની સૌથી મોટી જરૂરિયાત સેમિકંડક્ટર પર મોટા કરાર પર હસ્તાક્ષર થયા.દ્વારકાના દરિયામાં ક્રૂઝ સેવા શરૂ કરવા માટે ફોરેસ્ટ વિભાગે એક ખાનગી કંપની અક્ષર ટ્રાવેલ્સ સાથે એમઓયુ કર્યા.કારણ કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવેલા કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતાના વિઝનની વાત કરતા કહ્યું કે, વિદેશમાં જે અત્યાધુનિક ટ્રાન્સપોર્ટની સુવિધા છે તેવી જ સુવિધા ભારતમાં લાવવાનો અમારો પ્રયાસ છે. જો ગડકરીની આ વાત જમીન પર ઉતરી તો ગુજરાતમાં વિકસિત દેશોને પણ શરમાવે તેવા દ્રશ્યો જોવા મળશે. દ્વારકામાં ડોલ્ફિન ક્રૂઝ શરૂ કરાશે. જે માટે વાઈબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ કરાશે.
વાઇબ્રન્ટમાં ડોલ્ફિન ક્રુઝ પોજેકટ માટે થયા 20 કરોડના એમઓયુ
ગુજરાત સરકાર દ્વારા દ્વારકાના અરબી સમુદ્રમાં ‘ડોલ્ફિન ક્રૂઝ’ ચલાવવાની તૈયારીમાં છે. ઈકો ટૂરિઝમને વધારવા માટે ગુજરાત સરકાર દ્વારકાના અરબી સમુદ્રમાં ડોલ્ફિન ક્રૂઝ ચલાવશે. જેમાં નેચરાલિસ્ટ ડોલ્ફિન્સની વિવિધ પ્રજાતિઓ વિશે જાણકારી આપશે. આના માટે સરકાર જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અક્ષર ટ્રાવેલ્સ સાથે એમઓયુ કરશે. ક્રૂઝનું સંચાલન અક્ષર ટ્રાવેલ્સ કરશે. જે સંભવિત રીતે આ ક્રુઝની શરૂઆત માર્ચ મહિનાથી થશે.
100થી વધુ લોકોને રોજગારી મળશે
ક્રૂઝનાં પ્રવાસીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ડોલફીન એરિયામાં ક્રૂઝમાં બેસીને ડોલફીન જોઈ શકશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 100થી વધુ લોકોને રોજગારી મળે તેવો પ્રયાસ કરશે.