૨૧ બેઠકો પૈકી ૧૭માં ભાજપનાં સભ્યો બીનહરિફ જાહેર થયા, બે બેઠકોમાં ભાજપના સભ્યો ચૂંટાયા: વાઇસ ચેરમેન પદે મનુભાઇ ખૂટ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં જૂનાગઢનું સહકારી ક્ષેત્ર વિશ્વસનીય અને ખરા અર્થમાં પ્રજાકીય અભિગમ સાથે ચાલનારું ક્ષેત્ર તરીકે વખણાતું આવ્યું છે, દરમિયાાન જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે ડોલર ભાઈ કોટેચા અને વાઇસ ચેરમેન તરીકે મનુભાઈ ખુંટીની વરણી થતાં જિલ્લા સહકારી બેંક કેસરિયા રંગે રંગાઈ ગઈ હતી.
બેંકના ડિરેકટરોની ચૂંટણી પહેલા જ ૧૭ બેઠકો પર ભાજપના સભ્યો બિનહરીફ જાહેર થયા હતા, અને બે બેઠકની ચૂંટણીમાં ભાજપના સભ્યો ચૂંટાયા હતા, બેંકમાં ૨૧ બેઠકો માટે ભાજપની સભ્ય સંખ્યા ૧૯ થવા પામી હતી. અને કોંગ્રેસના માત્ર બે સભ્યો બિન હરીફ થયા છે, દરમિયાન સવારે જિલ્લા સહકારી બેંક ખાતે યોજાયેલ ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ની ચૂંટણીમાં બેંકના ચેરમેન તરીકે ડોલર ભાઈ કોટેચા, વાઇસ ચેરમેન તરીકે મનુભાઈ ખુંટી અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે દિનેશભાઈ ખટારીયાની બિન હરીફ વરણી થવા પામી હતી. આજે ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેચાની વરણીના સમયે મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડોલર ભાઈ કોટેચાની નિમણૂકને વધાવી, શુભેચ્છા પાઠવી હતી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર, ગિરીશ કોટેચા, બેંકના સીઇઓ કિશોરભાઈ ભટ્ટ, બેંકના અધિકારી, ભાજપના પદાધિકારીઓ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વરાયેલી ટીમને શુભેચ્છા પાઠવી હતી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ઉપર વધુ એક વખત ભગવો લહેરાતા કાર્યકરોએ બેંક નજીક રોડ ઉપર ભવ્ય આતશબાજી અને મીઠાઇ ખવડાવી ખુશી મનાવી હતી.