યુઆન અને રૂપિયો બોન્ડ બહાર પાડવાના નિર્ણયથી ડોલરની મઘ્યસ્થી વગર ભારત-ચીન સીધો વ્યાપાર કરી શકશે: આઇ.સી.આઇ.સી.આઇ બેંકના પૂર્વ ચેરમેન કે.વી. કામથ દ્વારા કરાયા પ્રયાસો
વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા ઉપર અમેરિકાના ડોલરનું એકહથ્થુ સામ્રાજય છે. આ સામ્રાજયને તોડવા બ્રીકસ બેંક દ્વારા યુઆન – ‚પિયો બોન્ડ બહાર પાડવામાં આવશે. જેના પરિણામેહવે ભારત – ચીનને વ્યાપાર માટે ડોલરની મઘ્યસ્થીની જ‚રપડશે નહીં.
બ્રાઝીલ, રશીયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાએ વ્યાપાર – વિનીમય અને વૈશ્ર્વિક રાજકાણમાં પ્રભુત્વ વધારવા માટે બનાવેલા બ્રીકસ સંગઠને ભારતીય ‚પિયો અને ચાઇનીઝ યુઆનમાં બોન્ડ બહાર પાડવાની તૈયારી કરી છે તેવું પ્રેસીડેન્ટ કે.વી. કામથ દ્વારા જણાવાયું છે.
ભારતની સૌથી મોટી ખાનગી બેંક આઇ.સી.આઇ.સી.આઇ. ના કર્મચારી રહી ચુકેલા કે.વી.કામથે વધુમાં જણાવ્યું હતું કે, બ્રીકસ બેંકે કલીન એનજી પ્રોજેકટ માટે ગત વર્ષે ચીનમાં સૌ પ્રથમ ત્રણ બીલયન યુઆન બોન્ડ વેચ્યા હતા. આગામી વર્ષ પણ આટલી જ કિંમતના બોન્ડ બહાર પાડવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આગામી જુલાઇ બાદ ૩૦૦ થી ૫૦૦ મીલયન ‚પિયાના મસાલા બ્રીકસ બેંક દ્વારા યુઆન અને ‚પિયાના બોન્ડ બહાર પાડવાના નિર્ણયથી બન્ને દેશો વચ્ચે થતાં વેપારમાં સરળતા રહેશે.
વર્ષોથી ચાલતા અમેરિકન ડોલરના સામ્રાજયનો અંત આવશે.બ્રીકસ બેંકના આ નિર્ણયના કારવો વેપાર માટે ડોલરની મઘ્યસ્થીની જરુર રહેશે નહીં. યુઆન કે ‚પિયાથી સીધુ આદાન-પ્રદાન થઇ શકશે. આર્થિક અને રાજકીય પ્રભુત્વ સ્થાપવા માટે ગઠીત બ્રીકૃ આગામી અઠવાડીયે સીરીયામાં થયેલા કેમીકલ હુમલા થતાં અમેરિકાએ સીરીયન એર બેઇ ઉપર કરેલી સ્ટ્રાઇક મામલે ચિંતન કરશે. વેસ્ટ એશિયા અને નોર્થ આફ્રિકામાં આઇએસનો ફેલાવો રોકવા પણ આ બેઠકમાં ચર્ચા થશે.