આજપણ વિદેશોમાં ભારતીય કલા અને સંસ્કૃતિની કદરદાન વ્યકિતઓએ ભારતની સાચી ઓળખ છે
વિદેશોમાં વસ્તા ગુજરાતીઓ માં વિકેન્ડ એટલે મોજ ના બે દિવસો શનિ – રવિ, તેમાંય કોઈ સરસ ગુજરાતી કલાકાર નો પોગ્રામ હોય તો મોજ પડી જાય… લંડન માં ગુજરાત ની લોકગાયિકા અને ગુજરાત નું ઘરેણું ગીતાબેન રબારી ના પોગ્રામ ને લઈ ને લોકો ઉત્કૃષ્ટ હતા, તેમજ આયોજક લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ ગીતાબેન સાથે સાથી કલાકારોમાં રાજભાગઢવી, જીજ્ઞેશ કવિરાજ તેમજ કલ્પેશ મારવાડા જોડાયા હતા.
પચાસ કરોડ થી પણ વધારે ચાહક વર્ગ આ લોકો ગાયિકા એ જ્યારે ગુજરાતી ગીતો અને ભજન ની રમઝટ ની બોલાવી ત્યારે પ્રેક્ષકો ને પોતાના દેશ અને વતન ની યાદ આવી જતાં ડોલર અને પાઉન્ડ નો જાણે વરસાદ થયો હોય તેમ પ્રેક્ષકો એ ડોલર અને પાઉન્ડ ગીતાબેન અને રાજભા ગઢવી પર ઉડાડ્યા હતા.
ગીતાબેને જણાવ્યું હતું કે આજપણ વિદેશો માં રહી ને ભારતીય કલા અને સંસ્કૃતિ ના કદરદાન વ્યક્તિઓ એ ભારત ની સાચી ઓળખ છે. મોડી રાત સુધી ચાલેલ આ લોકડાયરા નું સમાપન નમસ્તે ઇન્ડીયા સાથે કરવામાં આવ્યું હતુ.