જામનગર અને સુરતના અલગ-અલગ કેસોમાં કિલનિકોને નાણા પરત કરવા ગ્રાહક-ફરિયાદ નિવારણ ફોરમે દંડ ફટકાર્યો
ગુજરાત રાજય ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ દ્વારા વડોદરાની તારા હોમિર્યોપેથિક કિલનિકને જામનગરના રહેવાસી બિપીન પીપરીયાની ટાલિયાપણા માટે વાળ વધારાની ટ્રીટમેન્ટ નિષ્ફળ નિવડતા ફી પરત કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો પ્રમાણે ખરેલા વાળ પાછા મેળવવાની ઈચ્છા ધરાવનારાની ટ્રીટમેન્ટ દ્વારા વાળ પરત આવવાની ખોટી જાહેરાતનો શિકાર બની ઘણા લોકો સાથે ઠગાઈ થતા તેમને નાણા પરત મેળવવા માટે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવતી હોય છે. આવી જ એક ફરિયાદમાં જામનગરના રહેવાસી બિપીન પીપરીયાની જીત થતા ખોટી જાહેરાત કરનાર કિલનીકને દંડ ભરવાનો વારો આવ્યો હતો.
આ પ્રકારની એક જાહેરાત તારા કિલનિક દ્વારા થઈ હતી. જેના પગલે ૨૦૧૨માં આ પ્રકારની થેરપી માટે બિપીનભાઈ સારવાર હેઠળ હતા. તેમને વાળ ઉગાડવા માટે થેરપી નિષ્ફળ નિવડી હતી.
આ વખતે થયેલા માનસિક યાતના માટે કિલનિક દ્વારા વસુલવામાં આવેલી ‘ફી’ પરત મેળવવા તેમણે ૨૦૧૪માં ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. જે અન્વયે ફોરમ દ્વારા કિલનિકને ફીઝ ઉપરાંત રૂ.૭૦,૦૦૦ ટ્રીટમેન્ટની નિષ્ફળતા માટે, રૂ.૧૩,૦૦૦ માનસિક યાતના માટે દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો હતો.
કિલનિક દ્વારા સુચવવામાં આવેલી દવાઓ પિપરીયાએ લીધી હતી પરંતુ ચાર મહિનાના ફોલોઅપ સેશન તેમણે અનુસર્યા ન હતા માટે આ ચાર માસમાં તેમણે દવાઓ ચાલુ રાખી હતી કે નહી તે અંગે કોઈ પ્રુફ તેમની પાસે નહતું. આ ટ્રીટમેન્ટ દ્વારા થોડા ઘણા વાળ ઉગ્યા હતા પણ તે નરી આંખે દેખાય તેવા ન હતા. ત્યારબાદ નિયમિત મુલાકાત અને ટ્રીટમેન્ટ છતા વાળ ઉગ્યા ન હતા માટે કિલનિકની ટ્રીટમેન્ટનો કોઈ વાંક ન હોવાનો રીપોર્ટ કિલનિક દ્વારા પરત કરાયો હતો.
પિપરીયાને ૨૨,૦૩૫ ‚રૂ.ની રીસીપ્ટ અપાઈ ન હતી ત્યારે માનસિક તાણ બદલ ‚રૂ.૫૦૦૦ નો દંડ પણ ચુકવવા ફોરમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજરીતે એક મહિના અગાઉ સુરત ડિસ્ટ્રીકટ કોર્ટમાં ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ દ્વારા એક ખાનગી કિલનિકને તેના દર્દીને વાળ વધારાની ટ્રીટમેન્ટ નિષ્ફળ જતા ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હિરેન શાહ નામના ટાલિયા ભાઈને તેના વાળ પરત મેળવવામાં સફળતા ન મળી હોય ગ્રાહક ફોરમ દ્વારા રૂ.૭૫,૦૦૦ ફીઝ ૮ ટકા વ્યાજ સાથે પરત કરવા ઓર્ડર આપ્યો હતો.