ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા આ નિર્ણયથી નાખુશ જોકે જીયો ફોનથી પણ તેમની કંપનીઓને ખાસી એવી અસર પડી છે
મોબાઈલ ફોન જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ઘણી વખત મોબાઈલમાં ઈન્ટરનેટ, મેસેજીંગ કરતા પણ કોલિંગ ચાર્જ વધી જતા હોય છે. ત્યારે ભારતની ટ્રય ટેલિકોમ, ઈન્ટરકનેકટ રેટ પર ૫૭%નો ઘટાડો કરવા કંપનીઓને સુચવ્યું હતું. જેથી તમારા મોબાઈલ બિલ હવે ઓછા થવાની અપેક્ષા છે. ટેરીફમાં ઘટાડો કરવાને લઈને કંપનીઓ જ ફોન કોલને જોડવા માટેની ચુકવણી કરશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાને ગત વર્ષના અભ્યાસ પરથી ઈન્ટરકનેકટ ચાર્જને ૧૪ પૈસા પ્રતિ મિનિટથી ઘટાડીને ૬ પૈસા પ્રતિ મિનિટ કરવામાં આવ્યું છે. જયારે નવા ખર્ચ ઓકટોબરથી ગતિમાં લેવામાં આવશે. રેગ્યુલેટરે ફાઉન્ડેશનોને આ ખર્ચ કાપવાનું કહ્યું હતું. ૧ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં આ ચાર્જ ૬ પૈસા પ્રતિ મિનિટમાંથી શુન્ય થઈ જશે. જોકે આઈયુસી ચાર્જમાં ઘટાડો ઓગસ્ટ ૧૩ થી જ કરવા નિર્ણય લેવાયો હતો. નોંધાયું છે કે આ નિયમથી અન્ય કંપનીઓમાં સ્પર્ધા થશે. જેના લીધે અંતે ગ્રાહકોને જ ફાયદો થશે. ટ્રાયે જણાવ્યું હતું કે ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા જેવી જુની કંપનીઓએ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આમ કરવાથી તેમની કંપનીઓની અાવકમાં ઘટાડો થાય એમ હતો.
જુની કંપનીઓએ આઈયુસી રેટસની માંગણી કરવી જોઈએ તેને બદલે તેમણે વિરોધ કર્યો હતો.
હાલ બધી જ કંપનીઓ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના જીયોથી ખુબ જ નારાજ છે. કારણકે લાઈફટાઈમ ફ્રી કોલિંગ ડેટા આપીને તે અન્ય કંપનીઓના પેટ પર પાટા મારી રહી છે. ઉધોગપતિઓનું કહેવું છે કે જીયો ટુંક સમયમાં જ સસ્તા ટેરીફ પ્લાનની ઘોષણા કરશે. જેનાથી જીયોને ભવિષ્યમાં ખુબ નફો કમાવવાની નીતિ છે. પરંતુ તેને લઈને ફાઈનાન્સ કંપનીઓને પણ અસર થઈ છે.