સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે ફરી એક વાર આજે શ્વાનના આતંકની ઘટના સામે આવી છે જેમાં સાઇકલ પર જતા 10 વર્ષના બાળકને પગમાં બચકા ભર્યા હતા ઉપરાંત દવા લેવા જતો હતોને પાછળથી શ્વાને હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના ઉધના ગામની છે જ્યાં હળપતિ વાસમાં પરિવાર સાથે 10 વર્ષીય અક્ષય રહે છે. આજે સવારે અક્ષય સાઇકલ લઈને દવા લેવા નીકળ્યો હતો. દરમિયાન પાછળથી કૂતરાએ હુમલો કર્યો હતો. બાળકને અચાનક જ શ્વાને પગમાં બચકા ભરી લેતા ગભરાઈ ગયો હતો. જોકે, આસપાસથી દોડી આવેલા સ્થાનિકોએ બાળકને શ્વાનના ચુંગલમાંથી છોડાવી લીધો હતો.
દવા લેવા ગયો તે સમયે બાળકને બાચકા ભરતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો.10 વર્ષીય અક્ષયે જણાવ્યું હતું કે, હું સાઇકલ લઈને દવા લેવા જતો હતો. દરમિયાન કોઈએ શ્વાનને પથ્થર માર્યો હતો. જોકે, શ્વાનને થયું કે મે પથ્થર માર્યો છે. જેથી શ્વાને પાછળથી આવીને મને પગમાં કરડી લીધું હતું. દરમિયાન કોઈએ દડો ફેંકતા કૂતરો ભાગી ગયો હતો. સ્થાનિકોએ મને હોસ્પિટલ જવા કહ્યું હતું. જેથી મે ઘરે આવી પિતાને કહેતા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં 10 ઈન્જેક્શન માર્યા છે.
થોડા સમય પહેલા સુરતના ખજોદ ગામે ત્રણ શ્વાનોએ માસુમ બાળકીને ફાડી ખાધી’તી
સુરતના ખજોદ ગામમાં બે વર્ષની બાળકીને ત્રણ જેટલા શ્વાન દ્વારા ૪૦ જેટલાં બચકાં ભરી ફાડી ખાધી હતી. ઉપરાંત રખડતા શ્વાને વૃદ્ધ પર હુમલો કર્યો હતો તેમ છતાં વૃદ્ધે રસી લીધી ન હોતી. બે ત્રણ દિવસથી વૃદ્ધને હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા હતા જેથી પરિવારજનોને તાત્કાલિક વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા પરંતુ ચાલુ સારવાર દરમિયાન તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.