કોર્પોરેશન દ્વારા રૂપિયા 2250 ખર્ચી કુતરાઓનું ખસીકરણ કરવાનો કોન્ટ્રક્ટ આપવમાં આવ્યો છે. કરોડોનો ખર્ચ કરવામાં આવેલો હોવા છતાં પણ આજની તારીખે કૂતરાની રંજાડમાં કોઈ સુધારો થયો હોય તેવું જણાતું નથી. ટેન્ડરની શરતો મુજબ કોન્ટ્રાક્ટર વંધ્યીકરણ કરી જે તે વિસ્તારમાં શેરી ઓમાં શેરી શ્વાનને ફરીથી ત્યાં છૂટો મૂકી દેવામાં આવે છે. અને ખસીકરણ થયેલા શ્વાનને કાનપર ખાંચો પાડી નિશાની કરવામાં આવે છે. અગાઉ જે કૂતરાનું ખસીકરણ કરાયું હતું કાનપર નિશાની કરેલ માદા શ્વાને બ્રિડિંગ કર્યું હોય તેવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા અને કૂતરાના ખસીકરણ માં મસમોટું કૌભાંડ ચાલતું હોય તેવી શંકા પ્રવર્તી રહી છે.
ગત વર્ષે રાજકોટમાં 2944 વ્યક્તિઓને કૂતરાઓએ બચકા ભરી લીધા હતા. રાજકોટમાં દરરોજ જુદા જુદા વોર્ડ માંથી ટેન્ડરની શરતો મુજબ નિયમિત 250 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે. પરંતુ મહાનપાલિકાની બોર્ડર પરથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી કુતરાઓ અંદર ઘુસી જતા હોય કે ઘુસાડી દેવામાં આવતા હોય જે પગલે સમસ્યાઓ નો કોઈ ઉકેલ જણાતો નથી.
પછાત વિસ્તારોમાં કૂતરાઓની રંજાડ છે તેવું નથી પરંતુ શહેરના પોશ વિસ્તારો અને બગીચાઓ, રેસકોર્સ, જાગનાથ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં પણ કૂતરાઓની ત્રાસદાયક સમસ્યા છે. શહેરમાં રાહદારીઓ અને વાહનચાલકોએ શેરીઓ બદલવી પડે છે. એટલો બધો ત્રાસ છે. રાજકોટના મેયર અને કમિશનર ક્યારેક મોડી રાત્રે સ્કૂટર પર રાજકોટ શહેરની શેરીઓમાં લટાર મારે તો તેમને ખબર પડે કે શેરી શ્વાન નો ત્રાસ કેટલો છે.
વોર્ડ નં.12 ના સ્થાનિક કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઇ રાઠોડના જણાવ્યું છે કે મેયરના વોર્ડમાં માધવ પાર્ક વિભાગ – 2 મામા સાહેબ ખીજડા પાસે કુતરાઓનો ડેરા તંબુ હોય છે. આ વિસ્તારમાં કુતરાઓનો વર્ષોથી કાયમી ત્રાસ છે. અને લોકો ભયભીત બન્યા છે. ક્યારે છુટકારો મળશે ? આ અંગે મહાપાલિકામાં લેખિત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવેલ હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. કોલ સેન્ટરમાં ફરિયાદ કરવામાં આવી છે. દરરોજ બે-પાંચ લોકોને આ વિસ્તારમાં કુતરાઓ ફાડી ખાય છે. એક કૂતરો વારંવાર પકડી જાય ત્યાં છોડવામાં આવતા એ કૂતરો વારંવાર લોકોને બચકાં ભરી રહયો છે. ગઈકાલે નાના બાળક હેનીલ રાજેશભાઈ કોટકને કુતરાએ પગમાં બચકાં ભરી લેતાં પગમાં લોહી નીકળી ગયેલ હતુ. હાલ રાજકોટ મહાનગરપાલિકા સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કુતરા પકડવાનું કામ કરી રહી છે. પરંતુ જ્યારે એક જ કુતરો વારંવાર લોકોને બચકા ભરી લેતો હોય તો તે બાબતે પણ વિચારવું પડે તેમ અંતમાં ગજુભા, ચંદ્રેશ અને ધીરુભાઈએ જણાવ્યું હતું.