બાળથી મોટેરાએ માણ્યું અનેરૂ આયોજન
રોયલ ડોગ લવર ગ્રુપ દ્વારા આયોજીત ડોગ પાર્ટીમાં 11 પ્રજાતિઓના 100થી વધુ નાના-મોટા શ્ર્વાન જોડાયા
ગઈકાલે રવિવારે સાંજે 4.30 વાગ્યાથી વિવિધ પ્રકારના શ્ર્વાન લઈને ડોગ લવર આવવા લાગ્યા હતા ફરવા આવેલા નગરજનો-પરિવારો વિવિધ પ્રજાતિઓ શ્ર્વાન જોઈને આનંદીત થયા હતા. રોયલ ડોગ લવર ગ્રુપ દ્વારા યોજાયેલ શ્ર્વાનનું ‘ગેટ ટુ ગેધર’ બાળથી મોટેરાએ માણ્યું હતુ. આ આયોજન ડોગ-પાર્ટીમાં વિવિધ 11 પ્રજાતિનાં 100થી વધુ શ્ર્વાનો જોડાયા હતા.
ડોગના આ ગેટ ટુ ગેધરમાં પોમેરિયન, ગ્રેટડેન જર્મન શેફર્ડ, કોકર્સ સ્પેનિયલ, સીટ્ઝુ, લાસા, લેબ્રાડોર, પગ, બુલ મેસ્ટીફ, સેન્ટ બર્નાડ અને ગોલ્ડન રીટરીવર જેવી વિવિધ બ્રીડે ભાગલીધો હતો. બધા ડોગને ડ્રલ્સ કંપનીએ નાસ્તો કરાવ્યો હતો. ગેટ ટુ ગેધરમાંએક બીજા શ્ર્વાન હળી મળીને દોડતા-કુદતા જોવા મળતા ફરવા આવેલા પરિવારને મઝા પડી ગઈ હતી. પોતાના શ્ર્વાન સાથે આવેલા શ્ર્વાન માલિક-મહેમાનો પણ ખૂબજ ઉત્સાહ અને આનંદ સાથે ડોગ પાર્ટી માણી હતી.
સમગ્ર આયોજનમાં શૈલેષભાઈ જાની, અરૂણ દવે, ડો.એ.બી. ગડારા, રણજીત ડોડીયા, ડ્રુલ્સ કંપનીના એરીયા મેનેજર વસીમભાઈ કોઢીયા, બાલભવનનાં કિરીટ વ્યાસ તથા ડ્રોગ ટ્રેનર સંજય વાઘેલા સહિતના મહાનુભાવો હાજર રહીને આયોજનની તથા ગ્રુપની એકટીવીટીની પ્રશંસા કરી હતી. સમગ્ર ડો ‘ગેટ ટુ ગેધર’ આયોજન રોયલ ડોગ લવર ગ્રુપના શૈલેષ મહેતા, નયન પોરીયા, ભાવિક પાઠક, હિરેન અગ્રાવત, કવિતાબેન, સોનલબેન તથા પાયલબેને સુંદર વ્યવસ્થા સાથે આયોજનને સફળ બનાવ્યું હતુ.
શ્ર્વાન ગેટ ટુ ગેધરમાં વિવિધ પ્રજાતિના શ્ર્વાન આનંદોત્સવ સાથે ખૂલ્લા ગ્રાઉન્ડમાં દોડતા-કુદતા ને એક બીજા શ્ર્વાન પાછળ દોડતા જોવાનો અનેરો લ્હાવો બાલભવનમાં ગત્ રવિવારે ફરવા આવેલા નગરજનોએ માણ્યો હતો.
ડોગના ખોરાક બાબતે કાળજી રાખવી જરૂરી: ડો.એ.બી. ગડારા-વેટરનરી ડોકટર
વર્ષની તમામ ઋતુ સાથે વાતાવરણમાં ડોગની કાળજી લેવી જરૂરી છે. ડોગને ટ્રેઈન્ડ કર્યા બાદ તેના ખોરાકની કાળજી લેવી ખૂબજ જરૂરી છે. નાનકડું પપી તમારે ઘેર લાવો ત્યારથી શ્ર્વાન માલિકની જવાબદારી વધી જાય છે. સવાર-સાંજ વોકીંગ સાથે તેના દૈનિક સમય પત્રકમાં વિવિધ કાળજી લેવાની જરૂર છે.
ડોગ લવર ઉત્સાહથી જોડાયા: રોયલ ડોગલવર ગ્રુપના નયન પોરિયા
છેલ્લા ચાર વર્ષથી રોયલ ડોગ લવર ગ્રુપ ચલાવતા નયન પોરીયાએ જણાવેલ કે આજે અમારા ગ્રુપમાં 100થી વધુ મેમ્બરો છે, લગભગ દર મહિને અમો એકાદ ગેટ ટુ ગેધર યોજીએ છીએ અમારા ગ્રુપમાં અલગ અલગ 20થી વધુ બ્રીડો ડોગ લવર ગ્રુપમાં છે. અમારા તમામ સભ્યો પોતાના શ્ર્વાનને દિકરાથી પણ વધારે સંભાળ રાખે છે. અમોને દર અઠવાડીએ ભેગા થવા રાજકોટ મહાનગરપાલિકા ગ્રાઉન્ડ ફાળવે તેવી અમારી ખાસ માંગણી છે.