રોયલ ડોગ લવર ગ્રુપના તમામ સભ્યો વિવિધ પાલતું શ્ર્વાન સાથે ભાગ લેશે, બાલભવનની વિવિધ બાળપ્રવૃત્તિ અન્વયે આયોજન
આવતીકાલે રવિવારે સાંજે પ વાગે બાલભવન રેસકોર્ષમાં રોયલ ડોગ લવર ગ્રુપ અને બાલભવન દ્વારા ડોગનું ગેટ ટુ ગેધરનું આયોજન કરેલ છે. જેમાં ગ્રુપના તમામ સભ્યો પોતાના પાલતું શ્ર્વાન સાથે ઉ5સ્થિત રહેનાર હોવાથી બાળકોને વિવિધ પ્રજાતિના નાના-મોટા ડોગ જોવાનો લ્હાવો મળશે.
સમગ્ર આયોજનમાં શૈલેષ મહેતા, નયન પોરીયા, ભાવિક પાઠક, કુશલ ફિચડીયા, અરુણ દવે વિગેરે આયોજન સંભાળી રહ્યા છે. આ કાર્યક્રમ બાલભવન રાજકોટનો વિશેષ સહયોગ મળેલ છે. તેમની વિવિધ બાળ પ્રવૃતિના ભાગરૂપે આ આયોજન કરવામાં આવેલ છે.
- પોમેરીયન, લાસા, જર્મન શેફર્ડ, ગોલ્ડન રીટ રીવર, લેબ્રા ડોર અને ટોય બ્રીડ જેવા વિવિધ પ્રજાતિના શ્ર્વાન ગેટ ટુ ગેધરમાં ભાગ લેનાર છે. બાળકોને સૌથી પ્યારા ડોગ હોય છે જેને કારણે રવિવારની સાંજે તેમને બાલ ભવનમાં વિવિધ શ્ર્વાન જોવા મળશે. આ આયોજનમાં ડો. એ.બી. ગડારા, રણજીત ડોડીયા અને ડુલ્સકંપનીના વાસીમભાઇ સહયોગ આપી રહ્યા છે.