ગુજરાતમાં પ્રતિ કલાક 19 બચકા ભરવાની ફરિયાદો ઉઠી !!!
રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે. એવું નથી કે શ્વાનનો આતંક માત્ર ભારતમાં જ છે. ભારતમાં રખડતા શ્વાનની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ સૌથી વધુ શ્વાનની સંખ્યામાં ચીન પ્રથમ ક્રમાંકે આવે છે. તે પછી આપણો દેશ ભારત છે. તેમાં પણ ગુજરાત પાંચમા ક્રમે છે. રિપોર્ટ મુજબ પ્રતિ કલાકમાં 19 બચકા ભરવાની ફરિયાદ જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રમાં 45 બચકા પ્રતિકલાક તામિલનાડુમાં 42 બચકા પ્રતિકલાક જ્યારે આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પ્રતિ કલાક 22 બચકા ભરવાની ફરિયાદો ઉઠી છે. રખડતા શ્વાનને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું છે કે રખડતા શ્વાનને કારણે બાળકો બહાર રમી શકતા નથી. તેમજ બહારથી આવતા લોકો પણ ડરનાં માર્યા અમારે ઘરે આવી શકતા નથી. તેમજ બાળકોની સાથે મોટા માણસો પણ શ્વાનથી ડરે છે. રખડતા શ્વાનને લઈ અનેક દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ મહિનામાં 2670 રખડતા શ્વાન પકડાયા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકોને રખડતા શ્વાનથી મુક્તિ ક્યારે મળશે તે એક મોટો સવાલ છે. હાલ સમગ્ર ગુજરાતમાં શ્વાન પકડાય અને વધારે રસીકરણ થાય તે રીતનો પ્રયત્ન ચાલુ છે. પરંતું જીવદયા સંસ્થા દ્વારા અવાર નવાર પશુઓ માટે એ લોકો અવાર નવાર કોર્ટમાં જતા હોય છે. ત્યારે અમુક વખત અમારે કોર્ટનાં આદેશનો પણ અમલ કરવાનો હોય છે.
ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે કાબૂ બહાર જઈ રહ્યો છે. છતાં સરકારને આ આતંક દેખાતો નથી. ગુજરાતમાં શ્વાન કરડવાના કેસમાં ધરખમ વધારો થયો છે. 2022માં ગુજરાતમાં 1.69 લાખ કેસ નોંધાયા છે. તો 3 વર્ષમાં 7.93 લાખ લોકોને શ્વાન કરડ્યા છે. શ્વાનના આતંક પર લગામમાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. એટલુ જ નહિ, શ્વાન કરડવામાં દેશમાં ગુજરાત 5માં નંબર પર આવી ગયું છે. શ્વાનના આતંકથી ગુજરાતીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.