રાજકોટ સહિત રાજ્યભરમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો હોય તેમ એક દિવસમાં રાજ્યના અનેક શહેરોમાં લોકોને બચકા ભરી લીધા હોવાની ઘટના સામે આવી છે. તેવી રીતે રાજકોટમાં પણ એક દિવસમાં 16 લોકોને બચકા ભરી લેતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દવા આપવામાં આવી હતી. જેમાંથી ત્રણ બાળકો, સાત પુરુષ અને 6 મહિલાઓને ઇજા થઇ હતી.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો તેમ એક જ દિવસમાં 16 લોકોને બચકા ભરી લીધાનું સિવિલ હોસ્પિટલમાં નોંધાયું છે. સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલથી જ હડકાયા શ્વાનના લીધે દવા લેવામાં સતત ધસારો ચાલી રહ્યો હતો. જોતજોતામાં એક જ દિવસમાં 16 દર્દીઓએ શ્વાન કરડવાની દવા લેવા આવ્યા હતા.
ત્રિકોણ બાગ પાસે વહેલી સવારે બાળકીને બચકા ભરતા સારવારમાં ખસેડાયી
આ 16 લોકોમાં 3 બાળકો, 7 પુરુષો અને 6 મહિલોનો સમાવેશ થાય છે. જેમાં આજ સવારે ત્રિકોણ બાગ પાસે રહેતી એક બાળકીને શ્વાને બચકા ભરી લીધા હતા. બાળકીનું કોઈ સગા સબંધી ન હોય જેથી ત્યાં સફાઈ કરતા મનપાના કર્મચારીઓએ બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીને હળકવાની દવાના ઇન્જેક્શન આપી તેને વધુ સારવાર માટે સર્જિકલ વોર્ડમાં પણ ખસેડવામાં આવી હતી. એક તરફ કોર્પોરેશન દ્વારા શ્વાનને રસીકરણની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ સતત શ્વાન કરડવાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે.